News of Monday, 8th July 2024
આવતી કાલે અદભુત કૉમેડી ગુજરાતી નાટક ‘‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ''ના હેમુ ગઢવી હોલ ખાતે બે શો
નાટક માં પ્રેક્ષકો હસી હસી ને લોટપોટ થઇ જશે,થોડી જ ટિકિટો બાકીઃ ટિકિટ હેમુ ગઢવી હોલ ખાતેથી સવારે ૧૦ વાગ્યાથી મળી શકશેઃ ટિકિટ મો.૯૦૨૩૨૮૨૪૦૭/બુકમાઇશોઃ નાટક નો વિષય અને ફોર્મેટ તદ્દન નવા પ્રકારના, ભારત અને વિવિધ દેશોમાં થઇ ને લગભગ ૩૦૦ થી વધારે શૉ અને તમામ હાઉસફુલ

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસો થી આપણે રાજકોટ માં મંચસ્થ થવા જઈ રહ્યા તદ્દન નવા પ્રકાર ના કૉમેડી ગુજરાતી નાટક-‘‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ'' વિષે વાતો કરી રહ્યા છીએ.
રાજકોટ માં ખુબ બધા નાટકો આવે છે અને રાજકોટવાસીઓ નાટકો ને દિલ થી વધાવે છે. પરંતુ એક આખો ચાહક વર્ગ એવો છે જેને ચીલાચાલુ કૉમેડી , વર્ષો જુના વિષયો, ડાયલોગ થી હાસ્ય સર્જવાના પ્રયત્નો અને એ જ જુના સોશ્યિલ મીડિયામાં ફરતા રહેતા જોક્સવાળી સ્ક્રિપ્ટને બદલે કંઇક નવું, કંઇક વિશેષ જોવું છે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આ માટેજ રાજકોટ ને આંગણે કંઇક નવીન, અને ખરેખર આર્ટિસ્ટિકલી બ્યુટીફૂલ અને જેને ખરેખરું થીએટર કહી શકાય એવું લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વિદેહી ના બેનર તળે એક ઉર્દુ મુશાયરો કર્યા પછી લોકોનો પ્રતિભાવ જોતા એવું લાગ્યું કે રાજકોટવાસીઓ ઉત્તમ સાહિત્ય ને ખરેખર વખાણે છે પરંતુ આખા ગુજરાતમાંથી કે દેશ ના અલગ અલગ ભાગમાંથી સાહિત્ય કે નાટકો લાવી રાજકોટ ને પીરસવામાં આવે તો રાજકોટ વાસીઓ ની ઉત્તમ કલા - ભૂખ સંતોષી શકાય. માટે જ વિદેહી એક અદભુત મરાઠી નાટક પર થી બનેલું , લોકો ને સ્તબ્ધ કરી દેતું નાટક- ‘‘આજ જાને ની કી ઝિદ ના કરો'' નું આયોજન કર્યું. રાજકોટ એ આ નાટકને અદભુત પ્રતિસાદ આપ્યો અને આપી કે તેઓ ને આવા જ કંઇક હટકે નાટકો ની તલાશ હોય છે જે સંતોષવાની તક હવે સાંપડી. રાજકોટ ને શ્રેષ્ઠ અને કંઇક અનોખું આપવાની યાત્રામાં વિદેહી એન્ટરટેઇન્મેન્ટ શ્રી સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત કૉમેડી ના એક તદ્દન નવા પ્રકાર ને અજમાવતું નાટક - ‘‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ'' લઇને આવે છે.
જુના અમદાવાદ ની પોળો હજુ પણ સમરસ અને એકતા નું ઉત્તમ ઉદારહણ છે. તેમની પોતાની કંઇક અનોખી જ જીવનશૈલી છે. કોઈ એક વ્યક્તિ ની સમસ્યા કે આનંદ , આખી પોળ ની સામુહિક બાબત હોય છે. આવી જ એક પોળ - ‘‘પાડા ની પોળ''માં રહેતી એક ૭૫ વર્ષ ની વિધવા ડોશી, ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ ની પણ દિલ સપનાઓ થી ભરેલું . વર્ષોથી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા ( America) જવાનું ! સપનાઓ જોયા તે તો ઠીક પણ એને પુરા કરવા એવા તો પ્રયત્નો શરુ કર્યા જાણે જીવન નું એક માત્ર લક્ષ્ય અમેરિકા જવાનું છે ! ને ડોશી ના સપના ની પાછળ આખે આખી પોળ દિવસ રાત જોયા વગર એવા તો ‘ધંધે'ઁ લાગી જાય છે જાણે તેમને આ એક જ ધંધો હોય !! દરેક પોળવાસીએ આપેલા અલગ અલગ નુસખાઓ, રીત ભાતો ને તરીકાઓ થી ડોશી અમેરિકા જવાની ‘‘પ્રયત્ન-યાત્રા'' માં લગભગ છેવાડે સુધી તો પહોંચી ગઈ - પણ પછી ....? પછી શું થયું ? ડોશી અમેરિકા જઈ શકી કે નહિ - તે જાણવા તો ઁયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળઁ નાટક માણવું પડે!
કૉમેડી ના તદ્દન નવા પ્રકાર ને ખેડતું આ કૉમેડી નાટક માં ડોશી ને અમેરિકા પહોંચાડવા માટે તેની આખી પોળ જેનું નામે છે પાડા ની પોળ -કઈ રીતે મદદ કરે છે અને તેમાંથી કેવી કેવી કૉમેડી રચાય છે તેનું ખુબ જ રસિક લેખન અને નિરૂપણ શ્રી સૌમ્ય જોશી એ કર્યું છે. અમિતાભ , ઋષિ કપૂર અભિનીત બોલિવૂડ ફિલ્મ ૧૦૨ નોટ આઉટ ના લેખક અને હવે પોતાની બીજી બોલિવૂડ સ્ક્રિપ્ટ પર કામ કરી રહેલા અને કેટલાયે સાવ જ હટકે નાટકો ના લેખક દિગ્દર્શક -સૌમ્ય જોશી પાસે થી આવી હળવી કળતિ લોકો ને વધુ હળવા બનાવી દેવાની ગેરંટી સાથે જ આવતી હોય છે. કૉમેડી નાટકો માં કૉમેડી ગીતો વણી લઈને સૌમ્ય એ નાટક ને ખરેખર હસી હસી ને થકવી દે તેવું બનાવ્યું છે.
પ્રેમ ગઢવી કે જેઓ ૧૭ થી પણ વધુ ગુજરાતી હિટ ફિલ્મો માં કામ કરી ચુકયા છે, જીજ્ઞા વ્યાસ કે જેઓ વેલકમ જિંદગી , આજ જાને કી ઝિદ ના કરો વગેરે જેવા નાટકો માં પોતાના અદભુત અભિનય થી લોકો ની સતત વાહ-વાહી મેળવતા રહ્યા છે અને ઘણી ગુજરાતી ફિલ્મો ના રાઇટર - એક્ટર હેમીન ત્રિવેદી ની ત્રિપુટી આ નાટક માં રંગ જમાવે છે ! તેઓ આ નાટક માં સ્ટોરી - ટેલર એટલે કે સૂત્રધાર પણ છે અને એક થી વધારે પાત્રો ભજવતા, ડોશી ને અમેરિકા મોકલવાના મિશન ના સૌથી મહત્વના હિસ્સેદારો પણ છે. આ ઉપરાંત જોડિયા બહેનો મોસમ - મલકા ના કંઠે ગવાતા મધુર પણ કૉમેડી ગીતો પણ ખરા જ.
નાટક વિષે, પોતાના પાત્રો વિષે, નાટક ની સ્ટોરી વિષે આપણે સૌએ લેખક દિગ્દર્શક શ્રી સૌમ્ય જોશી, મુખ્ય કલાકારો શ્રી પ્રેમ ગઢવી અને જીજ્ઞા વ્યાસ સાથે ની વાતો હજુ સુધી માં માણી.
રાજકોટમાં નાટકના બે પ્રયોગ ૯ જુલાઈ , મંગળવાર રાત્રે ૮.૩૦કલાકે અને ૧૦.૧૫ કલાકે , હેમુ ગઢવી હોલ ખાતે થશે. ટિકિટ હેમુ ગઢવી હોલ ટિકિટ વિન્ડો પર થી સવારે ૧૦ વાગ્યા થી મળી શકશે. ટિકિટ માટે સંપર્કઃ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો.
રાજકોટ માં ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજન કરી રહ્યું છે. ત્યારે આ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે એપલ બેસન, મીરા જવેલ્સ ,મધુસુદન મસાલા (ડબલ હાથી ), રા રા પ્રિમયમ વોટર અને સરાઝા હોટેલનો સહયોગ મળેલ છે.
(2:20 PM IST)










