<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

લઘુતમ વેતનનો પ્રશ્‍ન સરકારે નહિ ઉકેલતા રાજકોટ જીલ્લાની હજારો આંગણવાડી મહિલાઓની હડતાલઃ આવેદન

મહિલાઓના કલેકટર કચેરી ખાતે દેખાવોઃ અનેક મહેનતાણાઓ પણ ચૂકવાતા નથી?! : કલેકટરને અનેક મુદાઓ અંગે રજુઆતઃ સગર્ભા માતાની તપાસના રૂા. ૪૦૦ મળતા હતા તે પણ બંધ કરી દેવાયા...

રાજકોટ જીલ્લાના અનેક ગામોની આશા વર્કરો લઘુતમ વેતન પ્રશ્‍ને હડતાલ પર ઉતરી ગઇ છે, આજે કલેકટરને વિસ્‍તૃત આવેદન પાઠવ્‍યું છે.

રાજકોટ તા. ૮: પગાર પ્રશ્‍ને રાજકોટ જીલ્લાની સેંકડો આશા વર્કરો-આંગણવાડી મહિલાઓ તા. પમીથી હડતાલ પર ઉતરી ગઇ છે, શહેરની મહિલાઓ હાલ જોડાઇ નથી, આશાવર્કરની અને ફેસિલેટરની લઘુતમ વેતનની માંગણી સરકારે હજુ નહીં સ્‍વીકારતા પમીથી બેમુદતી હડતાલ શરૂ કરી દઇ આજે કલેકટરને ઉમટી પડેલ ૧પ૦ થી ર૦૦ આંગણવાડી મહિલાઓએ આવેદન પાઠવી વિસ્‍તૃત રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, જોખમી સગર્ભા માતાની બે તપાસના ૪૦૦ રૂ. જે મળતા હતા તે જુન ર૦ર૪ થી બંધ થયેલ છે. જે ચાલુ કરવા વિનંતી છે.   PMMFY ફોર્મ,  PMJAY  કાર્ડ અને આભા કાર્ડ જે ર૦ર૧ થી અત્‍યાર સુધી એક પણ મહેનતાણું મળેલ નથી તે ચુકવવા વિનંતી.

વાડી વિસ્‍તારના ફેમેલી હેલ્‍થ સર્વે તેમજ રસીકરણનું મહેનતાણું ચુકવવા સોનોગ્રાફીની બે તપાસમાં આશા સાથે જાય છે. તો તેમનું મહેનતાણું ચુકવવું, તમામ આશાબેનો, આશા ફેસિલીટર બેનાના ફિકસ ટાઇ નકકી કરવો. આશા ફેસિલિટર બેનોના TA પ્રથા બંધ કરો.

જેટલું ઇન્‍સેટીવ મળે છે. તેટલું જ કામ કરવામાં આવશે. વધારાના રજીસ્‍ટરો બંધ કરો, અમે આશા ડાયરીમાંજ લખશું ઓન લાઇન કામગીરી બંધ કરવી, તેમ માંગણી કરાઇ હતી. પીએચસી ખીરસરા, નગરપીપરીયા, પારડી, ખોખડદડ, ખોડાપીપર, સાલપીપળીયા, સરપદડ, ત્રંબા, સણોસરા, સરધાર, ગઢકા, ગોંડલ.

આંગણવાડી મહિલાઓ ખીરસરા, નગર પીપળીયા, પારડી, ખોખડદડ, ખોડાપીપર, સાલપીપળીયા, સરપદડ, ત્રંબા, સણોસરા, સરધાર, ગઢકા, ગોંડલ ખાતેથી ઉમટી પડી હતી અને હડતાલ પર ગયાની જાહેરાત કરી હતી.  (૭.૩પ)

(2:59 PM IST)