News of Monday, 8th July 2024
ચારણીયા સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રા

દર વર્ષે અષાઢી બીજે સમસ્ત ચારણીયા સમાજ દ્વારા પરંપરાગતત શોભાયાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે પણ પૂ. નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. ચારણીયા સમાજના લોકો પરંપરાગત વેશભુષા સાથે બહોળી સંખ્યામાં આ શોભાયત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાના સમાપન સમયે રેસકોર્ષ મેદાનમાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે સોનલબીજના આયોજક પ્રકાશભાઇ કવલ ગઢવી, ભાજપના ધારાસભ્ય ગોવિંભાઇ પટેલ ભાજપ આગેવાન અને પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી દેવાંગભાઇ માંકડ, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, આર.એસ.એસ.ના અશ્વિનભાઇ સોલંકી, કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, ભુદેવ સેવા સમિતિના તેજસભાઇ ત્રિવેદી, કારડીયા રાજપુત સમાજ માધાપરના અગ્રણી કિરીટસિંહ ડોડીયા (નાગબાઇમાં વિસામો વાળા), વિશ્વ હિન્દુ પરિસદના શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, હસુભાઇ ભગદેવ, વિનુભાઇ તિલાવત, અશોકસિંહ ડોડીયા, મનોજભાઇ ડોડીયા, રવિન્દ્રભાઇ, કિશનભાઇ શેલાર, ભાવેશભાઇ વગેરેએ ઉપસ્થિત રહી શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતુ. તસ્વીરમાં પૂ. નાગબાઇ માતાજીની વિશાળ પ્રતિમા સાથે નિકળેલ શોભાયાત્રા અને તેમાં સામેલ ચારણીયા સમાજના લોકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:04 PM IST)










