<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

‘હરે રામા હરે ક્રિષ્‍ના' ધુન સાથે ઇશ્‍કોન મંદિર દ્વારા યોજાઇ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા

 

રાજકોટ : ગઇકાલે અષાઢી બીજના ઇશ્‍કોન મંદિર કાલાવડ રોડ દ્વારા પણ ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. સાંજે કોટેચા ચોકથી રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ૭ ફુટ ઉંચા પૈડાવાળા રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીને બીરાજમાન કરાયા હતા. ભાવિકોએ દોરડા ખેંચી રથને હંકારવાનો લ્‍હાવો લીધો હતો. ઢોલક અને મંજીરાના તાલે ‘હરે ક્રિષ્‍ના હરે રામા ક્રિષ્‍ના ક્રિષ્‍ના હરે હરે' ધૂન સાથે માર્ગો ગજાવી દેવાયા હતા. ઇન્‍દિરા સર્કલ, પંચાયત ચોક, જે. કે. ચોક સહીતના રૂટ પર ફરી આ શોભાયાત્રા નિજ મંદિર કાલાવડ રોડ ખાતે સમાપન પામી હતી. માર્ગોમાં ભાવિકોને બુંદીના પેકેટનું પ્રસાદરૂપે વિતરણ કરાયુ હતુ. શોભાયાત્રા સમાપન સમયે તમામ પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ભંડારા પ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરાઇ હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:15 PM IST)