News of Monday, 8th July 2024
રોઝરી શાળામાં શપથ ગ્રહણ સમારોહ

રોઝરી શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી ભાઇઓ, બહેનો પોતાની પારિવારિક, સામાજિક અને લોકઉપયોગી જવાબદારીઓને સમજે તેવા હેતુથી રોઝરી શાળામાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને કેપ્ટન, વાઇસ કેપ્ટન, પ્રીફેકટ અને મોનીટરના બેજ આપીને શપથ લેવડાવ્યા હતા. આ ખાસ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ડો.વિશાલ વારીયાએ હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. અને અભિનંદન પાઠવ્યા હતા.
(3:16 PM IST)










