<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ડો. શ્‍યામાપ્રસાદજીએ સેવેલા સ્‍વપ્‍નો સાકાર થઇ રહ્યા છે : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ, તા. ૬ : એક દેશને દો વિધાન,દો નિશાન,દો પ્રધાન નહિ ચલેંગેૅ નો નારો આપનાર અને જનસંઘનો મજબુત પાયો નાખનાર ડૉ.શ્‍યામા પ્રસાદ મુખર્જી નો આજે જન્‍મદિવસ છે. તેમને સેવેલ સ્‍વપ્ન સાકાર થયું છે. તેનો આનંદ છે. તેમ પૂર્વ ધારાસભ્‍ય શ્રી ગોવિંદ પટેલે જણાવ્‍યું છે.

ગોવિંદભાઇએ જણાવ્‍યું કે ડૉ. મુખર્જીના જીવનના અનેક પ્રસંગો છે. જે દરેક કાર્યકર્તાએ જીવનમાં ઉતારવા જેવા છે. સિધ્‍ધાંત ને નેવે મુકીને ખુરશી અને સતાનો મોહ તેના જીવનમાં કયારેય પણ ન હતો. સતાની દોડમાં માણસ પોતાના આત્‍મ સન્‍માનને પણ ભૂલી જાય છે તેવા સમયે ડૉ. મુખર્જી ના જીવનમાંથી એ અનેક શીખ લેવા જેવી છે.

પંડિત નહેરુની નીતિ રીતીથી તેઓ નાખુશ હતા અને ભારતથી કાશ્‍મીરને અલગ દરજ્‍જાની વાત આવી ત્‍યારે ડૉ.મુખર્જીએ તેનો વિરોધ કરીને સતાની ખુરશીને લાત મારી અને જમ્‍મુ કાશ્‍મીર પ્રજા પરિષદ જે આંદોલન ચલાવી રહી હતી. તેને સમર્થન કર્યું. ૧૯૫૧માં જનસંઘની સ્‍થાપના કરી. આજના ભારતીય જનતા પાર્ટી તે પાયાના પથ્‍થર ઉપર મજબુત ઈમારત બનીને ઉભી છે. તેમના ઉચ્‍ચ વિચાર, પ્રખર રાષ્‍ટ્રભાવના અને દેશ માટે મરી ફીટવાની તત્‍પરતાને સત સત વંદન કરી તેમ અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યું છે.

(3:21 PM IST)