<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

હોટલ-રેસ્‍ટોરન્‍ટ-કાફે-બેન્‍કવેટ હોલ-પાર્ટી પ્‍લોટ-કેટરીંગ બુધવારે બંધઃ સ્‍વયંભુ અપીલ

મનપા દ્વારા ફાયર સાધનો માટે સમય ન અપાતા અને સીલીંગની કાર્યવાહી ફરી શરૂ થતા રોષ આજે સાંજે મ્‍યુ. કમિશનરે એસોસીએશનને મળવા બોલાવ્‍યાઃ નિર્ણય ઉપર મીટ

રાજકોટ તા. ૮ :.. મનપા દ્વારા રેસ્‍ટોરન્‍ટ, હોટલ, પાર્ટી પ્‍લોટ સહિતના એકમોમાં ફાયર એનઓસીનું ચેકીંગ કરી સીલ કરવાની કાર્યવાહી ફરી શરૂ કરાતા હોટલ-રેસ્‍ટોરન્‍ટ એસોસીએશનમાં રોષ ફાટી નિકળ્‍યો છે.

સોશ્‍યલ મીડીયામાં ફરતા અહેવાલો  મુજબ હોટલ-રેસ્‍ટોરન્‍ટ એસો. દ્વારા મનપાની ઢીલી નિતી સામે તા. ૧૦ ના શહેરભરના હોટેલ-રેસ્‍ટોરન્‍ટ, કાફે, બેન્‍કવેટ હોલ, પાર્ટી પ્‍લોટ, કેટરીંગ સહિતના વ્‍યવસાયો એસોસીએશન દ્વારા જણાવાયું છે કે,  અગાઉ મ્‍યુનિસીપલ કમિશનર સાથે વાતચીત થયા બાદ પણ સીલીંગની પ્રક્રિયા આડેધડ ચાલુ છે. અમે રજુઆત કરેલ કે અમને ફાયર સીસ્‍ટમ માટે સમય આપો. સીલીંગ બાદ ઇન્‍સપેકશન આવી ગયા પછી પણ ફાયર એનઓસી પણ નથી આપવામાં આવતું.

ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ આજે સાંજે મ્‍યુનિસીપલ કમિશનર દ્વારા એસોસીએશનને વાતચિત કરવા માટે સેન્‍ટ્રલ ઓફીસ ખાતે બોલાવવામાં આવ્‍યા છે. જેથી મીટીંગમાં જે નિર્ણય આવશે તે મુજબ આગામી નિર્ણય કરાશેનું એસોસીએશનના  સભ્‍યોએ જણાવ્‍યું છે

(4:24 PM IST)