<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

નાલંદા તીર્થધામ ઇન્‍દુબાઇ સ્‍વામી અમર રહોના નાદથી ગુંજી ઉઠયુ

પૂ. શ્રી ઇન્‍દુબા મ.સા.ના બારમા પુણ્‍યસ્‍મૃતિદિને વિવિધ ધાર્મિક-સામાજીક કાર્યો સંપન્‍ન

રાજકોટઃ તા. ૮: ગો. સં.પ્ર. સોરાષ્‍ટ્રની સિંહણ ભગવાનતુલ્‍ય વિશ્વવિભૂતિ વિશ્વ વિખ્‍યાત બા.બ.પૂ.શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજીની બારમાં વાર્ષિક પુણ્‍ય ર્સ્‍મૃતિ દિન નિમિતે સવારે ૬: વાગ્‍યાથી સાધના કુટિરમાં જાપ કરવા માનવમહેરામણ ઉમટી પડેલ.પૂ. સ્‍મૃતિદિન નિમિતે પરમભકતો તરફથી ધાર્મિક તેમજ અનેક માનવ સેવાનાકાર્યો થયા તીર્થધામમાં પ્રાર્થના-જિનભકિત ત્‍યારબાદ સામાયિક-જાય- મૌનયાત્રા યોજાઇ હતી. બપોરે ૧૨:૩૯ કલાકે હજારો માણસો દ્વારા અંજલિ  રચાઇ દિવ્‍યજાપ-પ્રભાવના -બહુમાન રૂા. ૧૦૦ કરાયેલ

જયારે બપોરે ગરીબોને ઓૈષધદાન, અન્‍નદાન- ભૂખ્‍યા ઓને ભોજન જીવદયા માટે અબોલ જીવોને અભયદાન-ત્રણ દિવસ થયા નાલંદા તપ-ત્‍યાગી હેલે ચકયુ છે.દિવ્‍યજાપમાં પરમ ગુરૂણીભકતો સેવકો-આગેવાનો-સંઘો-જૈન સમાજ-મહિલા મંડળો-સેવામંડળ સાહેલી મંડળ- શિશુમંડળ-જૈન-જૈનેતરો-અનેક સાધકોએ ૧૨:૩૯ કલાકે દિવ્‍યજાપનો લાભ લીધો હતો.

બપોરે અમૃતભોજન તથા બહુમાન સમારોહ પૂ. સ્‍વામીના પરમ ભકતો તરફથી રાખવામાં આવેલ હતો સોનલ સેવા મંડળ સોનલ સિનિયર સીટીઝન સામેલ સહારાગ્રૂપ-સામેલ જીવદયા ગ્રૂપ રાજકોટ સંઘના પદાધિકારીઓ દિલાવરદાતા-ધર્મપ્રેમીઓ-ગુરૂણીભકતો આદિ અનેક નામી-અનામી સાધકોએ દિવ્‍યજાપનો લાભ લીધેલ હતો. સાંજસમાચારના પ્રદિપભાઇ શાહ પૂર્વીબેનશાહ અનુજાબેન-ચાર્મીબેન સુનીલભાઇ શાહ ઉપેનભાઇ મોદી ગુણવંતભાઇ સંઘાણી અંકુરભાઇ મારવાડી સંજયભાઇ મારવાડી પ્રફુલભાઇ શાહ જિતુભાઇ શેઠ- કનુભાઇ બાવીસી રાજભાઇ બાવીસી નિલેશભાઇ શાહ જયેશભાઇ માવાણી ભુપેન્‍દ્રભાઇ મહેતા પ્રદીપભાઇ માવાણી જયેશભાઇ સંધાણી રમેશભાઇ ઉપસ્‍થિત રહયા હતા.

નવકારશી ધર્મવત્‍સલા હર્ષાબેન દિપકભાઇ દોશી તરફથી હતી સોનલ સદાવ્રત પૂ-ગુરૂણીના પરમભકતો તરફથી હતું.દિવ્‍ય જાપમાં રોકડ રૂા. ૧૦૦/ની પ્રભાવના મહાસતીજીના પરમ ભકતો તરફથી આપવામાં આવેલ હતી. આજનું અમૃતભોજન દાનરત્‍ના શારદા બેન મોદી-શોભનાબેન દોશી કૌશલભાઇ મહેતા હિંમાશુભાઇ શાહ અશોકભાઇ પ્રજ્ઞાબેન શાહ  મનીષભાઇ દેસાઇ જયેશભાઇ દેસાઇ- હિંમાશુભાઇ શાહ દિવ્‍ય જાપ નો લાભ લીધેલા હતા.

(4:27 PM IST)