News of Monday, 8th July 2024
પંચાયતની કારોબારીમાં ૫૧.૮૫ કરોડના કામો મંજુર
નવા બિલ્ડીંગના કામને બહાલીઃ જિલ્લામાં નવા ૭ પશુ દવાખાના બનાવાશે

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે સમિતીના અધ્યક્ષ પી.જી. કયાડાની અધ્યક્ષતામાં મળેલ જેમાં મંચ પર ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણે ડે.ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલ, શ્રી ગોસ્વામી , પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદર હાજર રહયા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટતા.૮: જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક આજે સોમવારના રોજ કારોબારી ચેરમેનશ્રી પી.જી.કયાડાના અધ્યક્ષ સ્થાને મળતા રૂા.૫૧.૮૫ કરોડના કામો મંજુર કરાયેલ બેઠકની અધ્યક્ષતા ચેરમેન પી.જી. કયાડાએ સંભાળી હતી. ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણે, ડે.ડી.ડી.ઓ. ઇબાબેન ગોહિલ, પૂર્વ પ્રમુખ ભુપત બોદર વગેરે મંચ પર હાજર રહયા હતા.
પંચાયત શાખા માટે ૨ નવા કોમ્પ્યુટર તેમજ સ્કેનર-કમ-પ્રિન્ટર ખરીદવા રૂ.૩,૦૦,૦૦૦/- સુધીના ખર્ચ તેમજ પંચાયત વિકાસ સુચકાંક (PDI) અંગે યોજાયેલ રિજિઓનલ વર્કશોપમા જમવા અંગેના બીલ કુલ રૂ.૪૩,૦૬૫/-ની મજુરી એમ કુલ રૂ.૩,૪૩,૦૬૫/-ના ખર્ચની મજુરી આપવામાં આવેલ છે.
મહેસુલ શાખા માટે ૧ નવુ કોમ્પ્યુટર તેમજ ૧ નવુ પ્રીન્ટર ખરીદવા રૂ.૧,૫૦,૦૦૦/- સુધીના ખર્ચ તેમજ વિંછીયા તાલુકાના ભોંયરા ગામના અરજદારશ્રી ખીમાભાઇ લાખાભાઇ બાવળીયાએ જાહેર હરરાજીથી લીધેલ પ્લોટની ૩/૪ રકમ ભરવા મુક્ત કોન્ડોન કરવા અંગેની મજુરી આપવામાં આવેલ છે.
જમીન દબાણ શાખા માટે નવા કમ્પ્યુટર સેટ તથા નવા પ્રિન્ટરની ખરીદી કરવાની મંજુરી આપવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં બિન આદિવાસી વિસ્તારમાં ૭ (સાત) નવા પશુ દવાખાના સ્થાપવા બાબત તેમજ ત્રણ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના સ્થળાંતર બાબતની મજુરી આપવામાં આવેલ છે.
જસદણ તાલુકાના ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર અને રાજકોટ તાલુકાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ સ્ટાફ ક્વાર્ટર ડિસ્મેન્ટલ કરવા બહાલી આપેલ છે.
બાધકામના કુલ ૫ કામોના કુલ રૂ. ૩૯,૦૫,૧૦,૫૦૪ (ઓગણચાલીસ કરોડ પાંચ લાખ દસ હજાર પાંચસો ચાર) ના ટેન્ડર મંજુર કરવામાં આવેલ છે. જેનુ લિસ્ટ સામેલ છે. સિંચાઇ ના કુલ ૧૧ કામોના ટેન્ડર કુલ રૂ.૭,૬૮,૯૬,૮૫૧/- કુલ ૫ કામોની વહીવટી મંજુરી કુલ રૂ.૫,૦૫,૮૮,૦૦૦/- એકંદર મળી કુલ રૂ ૫૧,૮૪,૮૮,૪૨૦ (એકાવન કરોડ ચોર્યાસી લાખ અઠ્યાસી હજાર ચારસો વીસ પુરા)ના ૨૯ કામો મંજુર કરવામાં આવ્યા છે.
યાજ્ઞિક રોડ પરની દુકાનો ખાલી
કરવા ૧૪ દિ'ની આખરી મુદત
જિલ્લા પંચાયત દ્વારા કબજો લેતા પૂર્વની કાર્યવાહી
રાજકોટ તા. ૮ :.. જિલ્લા પંચાયત હસ્તકની યાજ્ઞિક રોડ પરથી ૩ દુકાનો વેપારીઓ હસ્તક વર્ષોથી નજીવા ભાડાથી છે. આ દુકાન ખાલી કરાવવા પંચાયતે એકથી વધુ વખત નોટીસ આપેલ હવે અઠવાડીયા પહેલા કબજેદારોને દુકાન ખાલી કરવા જિલ્લા પંચાયતે ૧૪ દિવસની મુદત સાથેની આખરી નોટીસ આપી છે. મુદત પૂરી થતા સુધીમાં તેઓ દુકાન ખાલી ન કરે તો કબ્જો લેવા પંચાયત કાનૂની કાર્યવાહી કરશે. આજે કારોબારી બેઠકમાં ડે. ડીડીઓ ઇલાબેન ગોહીલ આ માહિતી આપી હતી. પંચાયત આ દુકાનો તોડી નવેસરથી મોટી દુકાનો બનાવી વર્તમાન દર મુજબ ભાડે આપી પંચાયતની આવકમાં નોંધપાત્ર વધારો કરવા માંગે છે
(4:28 PM IST)










