<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

પૂ.મહંત સ્‍વામીના રોકાણની આજે સાંજે છેલ્લી વિદાય સભા

જીવનરૂપી યાત્રામાં ગમે તેવા સુખદુઃખ આવે પણ આપણે ‘રથી એવા ભગવાનને કયારેય છોડવા નહી' રથયાત્રાની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરવામાં આવીઃ ‘જય જગન્નાથ' તથા ‘અક્ષર પુરૂષોતમ મહારાજની જય'ના સુત્રોચ્‍ચારથી ગુંજયું સમગ્ર બાપ્‍સ મંદિર પરિસર

રાજકોટઃ  બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના સાનિધ્‍યમાં પૂજાદર્શન અને રથયાત્રા ઉત્‍સવની ઉજવણી વિવિધ મીઠાઈઓનો ભવ્‍ય અન્નકૂટ રચવામાં આવ્‍યો હતો.પ્રાતઃ પૂજામાં રથયાત્રા ઉત્‍સવના કિર્તનની પ્રસ્‍તુતિ સંતો અને યુવકો દ્વારા કરવામાં આવી હતી. પૂજા બાદ પ.પૂ.મહંતસ્‍વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્‍યું કે, ‘ભગવાનના હાથમાં આપણી લગામ આપવી. આપણું જીવન રથયાત્રા છે, જેને કઈ દિશામાં લઈ જવું એ આપણા હાથમાં છે. આપણા મોટા ભાગ્‍ય છે કે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તેઓ આપણા રથના સારથી બન્‍યા છે અને રથને મોક્ષના માર્ગે ચલાવી રહ્યા છે. જીવનરૂપી યાત્રામાં ગમે તેવા સુખ દુઃખ આવે પણ આપણે રથી એવા ભગવાનને કયારેય છોડવા નહિ.'

ત્‍યારબાદ ભારતીય પરંપરાગત વિધિ પ્રમાણે ભગવાનશ્રી જગન્નાથજી અને શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજનું પૂજન કરવામાં આવ્‍યું, વિવિધ મીઠાઈઓનો થાળ તેમજ પરંપરાગત એવો ચણા, મગ અને જાંબુનો પ્રસાદ પણ ધરાવાયો હતો અને રથયાત્રા ઉત્‍સવની આરતી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રમુખનગર વિસ્‍તારમાં નિર્માણાધિન હરિમંદિરના મુખ્‍ય માર્ગના ચોકનું નામાભિધાન ‘બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ચોક' રાખવામાં આવ્‍યું, આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,ે પ.પૂ. મહંતસ્‍વામી, મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ વિ. ઉપસ્‍થિત રહયા હતા.

૩૫ વર્ષના દીર્ઘ કાળ બાદ  રાજકોટવાસીઓને રથયાત્રા ઉત્‍સવનો અલભ્‍ય લાભ મળ્‍યો હતો. અંતે પૂજ્‍ય સ્‍વામીશ્રીએ આ ઉત્‍સવના સુવર્ણ વચનો ઉચ્‍ચારતા આશીર્વાદ આપ્‍યા કે, ‘દરેકનું જીવન રથયાત્રા જ છે. આ જીવનરૂપી રથયાત્રામાં સુખ, દુઃખ, માન-અપમાન બધું આવવાનું જ પણ તેમાં સત્‍સંગ આપણને સ્‍થિર રાખે. આ સત્‍સંગ દ્રઢ કરીને રાખે તો બધા પ્રશ્નો સોલ્‍વ થઈ જાય. સત્‍સંગની દ્રઢતા વધારવા સૌએ રવિસભાનો અવશ્‍ય લાભ લેવો.'રાજકોટ સ્‍વામિનારાયણ  મંદિરના રજત જ્‍યંતી મહોત્‍સવની પૂર્ણાહુતિ આ પ્રસંગે થઈ. ત્‍યારે મંદિરના ઋણની અભિવ્‍યક્‍ત કરતું નળત્‍ય ‘મંદિરમ... મંદિરમ...' યુવકોએ રજૂ કર્યું હતું. અંતે હજારો દિવડાઓની આરતી સાથે સૌએ ભગવાન અને સ્‍વામીશ્રીને વધાવ્‍યા હતા.આજે તા. ૦૮-૦૭-૨૦૨૪ સોમવાર ‘સ્‍વામીરૂપે શ્રીજીમળ્‍યા' થીમ હેઠળ સત્‍પુરુષ દિનની સાંજે ૫ થી ૮ દરમિયાન ઉજવણી થશે જે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના રાજકોટ રોકાણની અંતિમ વિદાય સભા બની રહેશે

(4:29 PM IST)