<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રથયાત્રાના રૂટ પર સફાઇ કામગીરી કરાઇ

મ્‍યુનિ. કોર્પોરેશન અને સ્‍ટુડન્‍ટ ફોર સેવાના સંયુક્‍ત ઉપક્રમે

રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ‘‘સ્‍ટુડન્‍ટ ફોર સેવા''(સેવાર્થ વિદ્યાર્થી) ગળપના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા દરમ્‍યાન રૂટ પર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ.

 મનપાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુએ‘‘સ્‍ટુડન્‍ટ ફોર સેવા''(સેવાર્થ વિદ્યાર્થી) ગળપના વિદ્યાર્થીઓ તરફથી ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા દરમ્‍યાન રૂટ પર સફાઈની કામગીરી કરવા રજુ થયેલ પ્રસ્‍તાવને બિરદાવી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા દરમ્‍યાન સમગ્ર રૂટ પર સફાઈની કામગીરી માટે સફાઈ કીટ અને આનુષાંગિક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ. જેમાં માસ્‍ક, ગ્‍લોવ્‍ઝ, કચરો એકત્રિત કરવા માટેની બેગ, સાવરણાં તેમજ ટીપરવાનની વ્‍યવસ્‍થા કરી આપેલ હતી. આ કામગીરી માટે  મહાનગરપાલિકા તરફથી રથયાત્રાના સમગ્ર રૂટ પર સેનેટરી ઇન્‍સ્‍પેકટરને ફરજ સુ-ત કરવામાં આવેલ હતી.  

‘‘સ્‍ટુડન્‍ટ ફોર સેવા''(સેવાર્થ વિદ્યાર્થી) ગળપના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રથયાત્રા દરમ્‍યાન સમગ્ર રૂટ પર સફાઈની કામગીરી કરવામાં આવી અને એકત્રિત થયેલ કચરાને ટીપરવાન મારફત નિકાલ કરવામાં આવેલ.

(4:32 PM IST)