<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

કોઠારીયા વિસ્‍તારનો સ્‍વાતિ પાર્ક ચોક હવેથી ‘BAPS સ્‍વામિનારાયણ મંદિર ચોક'થી ઓળખાશે

મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે ચોક નામકરણ કરાયુઃ મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્‍થિતી

રાજકોટ તા.૮: શહેરના વોર્ડ નં.૧૮માં સ્‍વાતિ પાર્ક સાત રસ્‍તા પર આવેલ ચોકનું ‘‘BAPS સ્‍વામિનારાયણ મંદિર ચોક'' નામકરણની જાહેરાત ગત રવિવારે અષાઢી બીજના પાવન દિવસે કાલાવડ રોડ ખાતે આવેલ ગ્‍ખ્‍ભ્‍લ્‍ મંદિરના સભાગળહમાં BAPS સંસ્‍થાના વડા પરમ પૂજ્‍ય સાક્ષાત પ્રગટ સ્‍વરૂપ ગુરૂહરિ મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ સ્‍વાતિ પાર્ક સાત રસ્‍તા પર આવેલ ચોકનું ‘‘BAPS સ્‍વામિનારાયણ મંદિર ચોક''ના નામકરણની જાહેરાત ગત તા.૭ના રોજ અષાઢી બીજના પાવન દિવસે કાલાવડ રોડ ખાતે આવેલ BAPS મંદિરના સભાગળહમાં BAPS સંસ્‍થાના વડા પણ પૂજ્‍ય સાક્ષાત પ્રગટ સ્‍વરૂપ ગુરૂહરિ મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે, BAPS સ્‍વામિનારાયણ સંસ્‍થાના સંતોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયરે નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, શહેર ભાજપ મંત્રી મિતેશભાઈ બોરીચા, વોર્ડ નં.૧૮ મહામંત્રી મિતેશભાઈ દાસોટીયા, કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર સહિત કાર્યકરો તેમજ બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.(

(5:07 PM IST)