<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રથયાત્રામાં જગન્‍નાથપુરી ગજપતિની ભૂમિકા માંધાતાસિંહજી જાડેજાએ નિભાવી

રાજકોટઃ શ્રી જગન્નાથજી મંદિર, કૈલાસ ધામ ખાતેથી પ્રતિવર્ષ નિકળતી રથયાત્રા પૈકી આ વર્ષે નિકળેલી રથયાત્રાની નોંધનીય બાબત એ હતી કે, રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ શ્રી જગન્નાથપુરી-ઓરીસ્‍સા ખાતે ગજપતિ દ્વારા થતી 'છેરા પહેરા વિધિ' રાજવી વિધિ-વિધાનો સાથે પહીંદવિધિ સંપન્ન કરીને રાજકોટ ખાતેની શ્રી જગન્નાથજીની નગરયાત્રાનો નિજ મંદિરથી શુભારંભ કરાવ્‍યો હતો. જયારે યુવરાજ શ્રી જયદિપસિંહજી જાડેજા સુખડ -ચંદન - ગુલાબજળનો છંટકાવ કરીને યાત્રાપથને સુગંધિત કરી રહ્યાં હતાં. રથયાત્રાના પ્રસ્‍થાન પૂર્વેની પૂજનવિધિ વખતે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી દેવાંગ દેસાઇ સહિત ઉપસ્‍થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ રથમાં બિરાજમાન શ્રી બલરામજી, શ્રી સુભદ્રાજી અને ભગવાન શ્રી જગન્નાથજી રાજકોટના વિવિધ માર્ગો પરથી પસાર થઇને સર લાખાજીરાજ માર્ગ પર પહોંચી ત્‍યારે શ્રી લાખાજીરાજ ગ્રંથાલયના એક્‍ઝીક્‍યુટીવ ડાયરેક્‍ટર ડો. કલાધર આર્યએ ત્રણે રથનું પૂજન કરીને ઓવારણાં લીધા હતાં અને મહંત શ્રી ત્‍યાગી મનમોહન દાસજીને પુષ્‍પમાળા અર્પણ કરી સંતગણનું ઔચિત્‍યપૂર્ણ સન્‍માન કર્યું હતું. જયારે મહંતજીએ પણ રાજકોટના રાજવી પ્રાતઃ સ્‍મરણીય શ્રી લાખાજીરાજ બાપુની પ્રતિમાને પુષ્‍પહાર અર્પણ રથયાત્રા જયારે પેલેસ રોડ પર પહોંચી ત્‍યારે રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને ભાવનગર મહારાજા સાહેબ શ્રી વિજયરાજ સિંહજી અને યુવરાજ સાહેબ જયદીપસિંહજીએ ત્રણે રથનું સ્‍વાગત કરીને શ્રી રણજીત વિલાસ પેલેસ ખાતે પધરામણી કરાવી હતી. જયાં  રાણી સાહેબા અ.સૌ કાદમ્‍બરીદેવીજી, યુવરાણી સાહેબા અ.સૌ. શિવાત્‍મિકાદેવીજી, રાજકુમારી મૃદુલાકુમારીજીએ વિશેષ નિમંત્રિતોની ઉપસ્‍થિતિમાં દિવ્‍ય વૈદિક મંત્રોચ્‍ચાર અને બેન્‍ડવાજાની સુરાવલીઓ વચ્‍ચે વિધિવત પૂજન કરી સંતો, મહંતો સહિત રથયાત્રીઓને અન્નમ બ્રહ્મ કરાવીને રાજકોટ રાજ પરિવારની ધર્માભિમુખતાનાં દર્શન કરાવ્‍યાં હતાં

(4:52 PM IST)