<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સંતશ્રી વેલનાથ બાપુના જય જયકાર સાથે યોજાઇ વિશાળ શોભાયાત્રા

રાજકોટ : ચુંવાળીયા કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડીંગ પ્રેરીત સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિ દ્વારા અષાઢી બીજે સંતશ્રી વેલનાથ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. બહુમાળી ભવન ચોક ખાતે સવારે પૂજનવિધિ કરી આ શોભાયાત્રાને પ્રસ્‍થાન કરાવાયુ હતી. ત્‍યાંથી હોસ્‍પિટલ ચોક, પારેવડી ચોક, પટેલવાડી, સંતકબીર રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાન ચોક, સેટેલાઇટ ચોક, પં. દિનદયાલ હોલ પાસે  સમાપન કરવામાં આવેલ. જયાં મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરાઇ હતી. શોભાયાત્રાના રૂટમાં પણ ઠેરઠેર સરબત તેમજ છાશ વિતરણ કરી શોભાયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ. સંતો મહંતો તેમજ સમાજશ્રેષ્‍ઠીઓએ ઉપસ્‍થિત રહી શોભાયાત્રાને ફુલડે વધાવી હતી. ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોડીંગ, જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ, જય વેલનાથ મહિલા મંડળ, જય વેલનાથ યુવક મંડળ, સમાજના સરપંચશ્રી, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્‍યો, સમસ્‍ત કોળી સમાજના શહેર જિલ્લાના મંડળો સાથે જોડાયા હતા. તસ્‍વીરમાં સંતશ્રી વેલનાથ બાપુની વિશાળ કદની પ્રતિમા સાથે યોજાયેલ શોભાયાત્રા અને સાથે જોડાયેલ ટુવ્‍હીલર-ફોરવ્‍હીલર તથા પદયાત્રા કરતા ભાવિકજનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:57 PM IST)