News of Monday, 8th July 2024
રાત્રે રાજકોટમાં અનેક વિસ્તારોમાં મેઘસવારી :એકધારા વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં
રાત્રે દુકાન ઓફિસથી ઘરે જવાના સમયે અચાનક વરસાદથી અનેક લોકો ભીંજાયા

રાજકોટ : આજે રાત્રે રાજકોટમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો છેલ્લી અડધી કલાકથી સતત વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં છે
રાત્રે દુકાન અને ઓફિસથી ઘરે જવાના સમયે અચાનક વરસાદ જામતા લોકો અટવાયા હતા અને વરસાદી માહોલમાં ભીંજાયા હતા
(8:21 PM IST)










