<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પોલીસ કમિશનર કચેરીમાં રમેશભાઇ મકવાણાએ ફિનાઇલ ગટગટાવી લીધું

૨૦૨૧માં બસમાં ટિકીટ વગર પકડાયાનો આરોપ મુકી પુરી દેવાયા હતાં: તેમાં અન્‍યાય થયાનું રટણ

રાજકોટ તા. ૧૦: શહેરના ગોંડલ રોડ પરના આશ્રમમાં રહેતાં અને હરતુ ફરતુ જીવન જીવતાં રમેશભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે ગત સાંજે પોલીસ કમિશનર કચેરીએ આવી ફિનાઇલ પી લેતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ સહિતે પ્ર.નગરમાં નોંધ કરાવી હતી.

રમેશભાઇએ હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે તે બે ભાઇમાં નાના છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. જો કે પોતે ઘણા સમયથી ઘર છોડી આશ્રમમાં રહે છે અને ઓશો પ્રેમી છે. ૨૦૨૧માં પોતે બસમાં ટીકીટ વગર પકડાયા છે તેવા આરોપસર પોલીસ લઇ ગઇ હતી અને લોકઅપમાં પુરી દીધા હતાં. એ વખતે પોતાના થેલામાંથી વસ્‍તુ ગુમ થઇ હતી. આ મામલે પોતાને અન્‍યાય થયો હોઇ સતત રજૂઆતો કરવા છતાં ન્‍યાય ન મળતાં ફિનાઇલ પી લીધાનું રટણ કર્યુ હતું.

(12:46 PM IST)