<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ગ્રીનલેન્‍ડ ચોકડી વિસ્‍તારની ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચઆપી પવન કુશવાહ ભગાડી ગયો

સગીરાના મામાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદઃ ગ્‍વાલીયરના પવન સામે અપહરણનો ગુનો

રાજકોટઃ તા. ૧૦: ગ્રીનલેન્‍ડ ચોકડી વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ગ્‍વાલીયરના ,પુપ્‍ટી ગામનો પરણીત ઢગો ભગાડી જતા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ શહેરના ગ્રીનલેન્‍ડ ચોકડી વિસ્‍તારમાં મામા સાથે રહેતી ૧૭ વર્ષની સગીરાતા. ૪ ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના મામા સહિતના પરિવારજનો એ તેની શોધ ખોળ હાથધરી હતી તપાસ દરમ્‍યાન નજીક રહેતો અને સમોસાનો વેપાર કરતો પવન કલ્‍યાણ કુશવાહુ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્‍યું હતું પવન કુશવાહુ પરણીત હોવાનું જાણવા મળ્‍યું છે. આ અંગે સગીરાના મામાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે પવન કુશવાદુ સામે અપહરણ્‍ની કલમ હેઠળ ગુનો દાખલ કરી ઇન્‍ચાર્જ પી.આઇ. કે. જે.સે કરપડા એ તપાસ હાથ ધરી છે.

(2:08 PM IST)