News of Wednesday, 10th July 2024
વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યુરો નેવિગેશનની આધુનીક સારવાર
એડવાન્સ ન્યુરો નેવીગેશન સિસ્ટમ ન્યુરો સર્જરી માટે ગેમ ચેન્જરઃ ડો.કાંત જોગાણી, પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો.વિરલ વસાણી સેન્ટર હેડ ડો.મનીષ અગ્રવાલ

રાજકોટઃ પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો.કાંત જોગાણી, ડો.વિરલ વસાણી અને સેન્ટરહેડ ડો.મનીષ અગ્રવાલ નજરે પડે છે.
રાજકોટ તા.૧૦: તબીબી સારવારમાં સમયાંતરે નવીનતમ પધ્ધતિ આવે છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં હવે ન્યુરોની અતિ આધુનિક સારવાર ઉપલબ્ધ થશે. એડવાન્સ ન્યુરો નેવીગેશન સિસ્ટમનો પ્રારંભ થયો છે.
પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની ઘોષણા કરે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર- કચ્છ પ્રદેશમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેકનોલોજી સાથે આવી છે. ન્યુરોસર્જિકલ પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાની સાથે આ ટેકનોલોજી ન્યુરોલોજિકલ કન્ડિશન્સમાં દર્દીની સારવારમાં અભૂતપૂર્વ ચોકસાઇ અને સલામતી પ્રદાન કરે છે. આ અત્યંત આધુનિક ટેકનોલોજી અંગે ડો. કાંત જોગાણી (સિનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન), ડો. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) અને ડો. મનીષ અગ્રવાલ (સેન્ટર હેડ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ માહિતી પત્રકાર પરીષદમાં આપી હતી.
ન્યુરો નેવિગેશન સિસ્ટમ બ્રેઈન ટયુમર, કરોડરજ્જુની ગાંઠો, એપીલેપ્સી, પાર્કિન્સન રોગ, એન્યુરિઝમ્સ, ટ્રોમા સબંધિત ઇજાઓ અને હાઇડ્રોસેફાલસ સહિત ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓના સ્પેક્ટ્રમના નિદાન અને સારવાર માટે રચાયેલ છે. આ નોંધપાત્ર સીમાચિホ સર્જિકલ સેફટી એફિશિયન્સી અને દર્દીના પરિણામોને વધારવા માટે તૈયાર છે.
ડો. કાંત જોગાણી (સિનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) એ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘‘ન્યુરો નેવિગેશન સિસ્ટમ એ ન્યુરોસર્જરી માટે ગેમ-ચેન્જર છે. તેની ચોકસાઇ અમને ઉચ્ચ સલામતી અને કાર્યક્ષમતા સાથે કોમ્પ્લેક્સ પ્રોસિજરમાં મદદ કરે છે. આ ટેકનોલોજી સૌરાષ્ટ્રને અત્યાધુનિક ન્યુરોલોજીકલ સંભાળ માટે અગ્રણી હબ તરીકે સ્થાન આપે છે. ડો. વિરલ વસાણી એ જણાવ્યું હતું કે, ‘‘આ પ્રગતિ દર્દીની સારવારના સમય અને પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરશે. તે માત્ર અમારી હોસ્પિટલની અંદર જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં તબીબી સંભાળને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા છે.''
સિસ્ટમ પ્રી-ઓપરેટિવ એમઆરઆઈ અથવા સીટી સ્કેનને રીઅલ-ટાઇમ ઇન્ટ્રા-ઓપરેટિવ ડેટા સાથે એકીકળત કરીને, સર્જનોને વિગતવાર 3D મેંપ અને પ્રોસિજર દરમિયાન ચોક્કસ માર્ગદર્શન પ્રદાન કરીને કાર્ય કરે છે. મુખ્ય ફાયદાઓમાં તંદુરસ્ત પેશીઓ માટેના ઓછા જોખમો, સર્જરીનો ટૂંકો સમય, ઝડપી રિકવરી ટાઈમ અને ઈમ્પ્રુવ્ડ ઓવરઓલ સર્જિકલ આઉટકમ્સનો સમાવેશ થાય છે.
ડો. મનીષ અગ્રવાલ, સેન્ટર હેડ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ જણાવ્યું હતું કે, ‘‘હોસ્પિટલની ટીમ તરીકે, સૌરાષ્ટ્રમાં ન્યુરો નેવિગેશન સિસ્ટમનો પરિચય કરાવવામાં અમને ગર્વ છે. આ નવીનતા વિશ્વ-કક્ષાની ન્યુરોલોજીકલ કેર પહોંચાડવા માટે સમર્પણ છે.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સમાં ન્યુરો નેવિગેશન સિસ્ટમની શરૂઆત, સૌરાષ્ટ્રમાં ન્યુરોલોજીકલ કેરની પ્રગતિમાં એક મુખ્ય ક્ષણને ચિホતિ કરે છે, જે સામાન્ય રીતે મેટ્રોપોલિટન હોસ્પિટલોમાં જોવા મળતી અત્યાધુનિક તબીબી તકનીકને સ્થાનિક લાવે છે
(2:29 PM IST)










