<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

નાગબાઇ માની શોભાયાત્રાનું શહેર કોંગ્રેસ દ્વારા ભવ્‍ય સ્‍વાગત

રાજકોટઃ અષાઢી બીજના પવિત્ર દીવસે રાજકોટ શહેરમાં વસવાટ કરતા ચારણીયા સમાજ દ્વારા ભવ્‍ય શોભાયાત્રાનુ આયોજન કરેલ જે રથયાત્રાનુ ડો.યાજ્ઞિક રોડ ઉપર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમા ભવ્‍ય સ્‍વાગત કરવામા આવ્‍યું હતું. આ રથયાત્રામાં પ્રદેશ કોંગ્રેસ  ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા  તરફ થી માઈભકતો માટે ઠંડાપીણાની વ્‍યવસ્‍થા રાખવામા આવેલ હતી. આ કાર્યક્રમમા પૂર્વ કોર્પોરેટર દીલપભાઈ આશવાણી, પૂર્વ સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, મહીલા અગ્રણી મનીષાબા વાળા, કૃષ્‍ણદત રાવલ, મયુરસિંહ પરમાર, સંજયભાઈ લાખાણી, મયુરભાઇ શાહ તથા ગજેન્‍દ્રસિંહ ઝાલા સહિત ના આગેવાનો એ ઉપસ્‍થિત રહી આઈશ્રી નાગબાઈમાનુ પુજન-અર્ચન કરી આશિર્વાદ મેળવ્‍યા હતા.તેમ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગજેન્‍દ્રસિંહ ઝાલાએ જણાવ્‍યુ હતું.

(2:40 PM IST)