News of Wednesday, 10th July 2024
શહેરીજનોના પ્રસંગો રઝળશેઃ ૧ ઓગસ્ટથી મનપાના ૧૭ હોલના બુકીંગ બંધ
મનપા દ્વારા કુલ ર૧ યુનિટમાં ફાયર સેફટીના સાધનો વસાવવા ટેન્ડર પ્રસિધ્ધઃ ૩ મહિના કામ ચાલશે : જેમણે ૧ ઓગસ્ટ પછી બુકીંગ કરાવ્યું છે તેમને ડીપોઝીટ પરત આપી રદ કરાશેઃ અભયભાઇ ભારદ્વાજ અને અમૃત ઘાયલ સહિત ર હોલ કાર્યાન્વિત

રાજકોટઃ તા. ૧૦: દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ તમામ સ્થળોએ ફાયર સેફટી અંગે ચકાસણી અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મનપા હસ્તકના કોમ્યુનીટી હોલોમાં પણ ફાયર સાધનોના અભાવે અગાઉથી થયેલ બુકીંગ રદ કરવા અને નવા બુકીંગ ન કરવા નિર્ણય લેવાતા પ્રસંગ ધરાવતા પરિવારોમાં હોબાળો મચી ગયો છે. ફાયર સેફટીના સાધનો નાખવાની કાર્યવાહીમાં ૩ મહિના જેટલો સમય લાગશે. જો કે આ અંગે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. ફકત અભય ભારધ્વાજ હોલ અને અમૃત ઘાયલ હોલ જ રાબેતા મુજબ ચાલુ રહેનાર છે.
શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો વિના ધમધમતા મનપાના ૧૭ કોમ્યુનિટી હોલના ૨૧ યુનિટ આગામી પહેલી ઓગસ્ટથી જનતા માટે બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત નવા બુકિંગ પણ સ્વીકારવામાં નહીં આવે. તમામ કાઙ્ઘમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના સાધનો લાગી ગયા બાદ એનઓસી ઙ્કાપ્ત થયા પછી જ બુકિંગ સ્વીકારવામાં આવશે. જયારે અટલ બિહારી વાજપેયી, ઓડિટોરિયમ,ઙ્ઘમુખસ્વામી ઓડિટોરિયમ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ અને અમળત ઘાયલ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ હોય આ ચારેય ચાલુ રાખવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમનું અલગ અલગ વિસ્તારોમાં નિર્માણ કરવામાં આવ્યું છે.જે શહેરીજનોને ખૂબ જ નજીવા દરે સારા તથા માઠા ઙ્કસંગો માટે ઉપયોગ માટે આપવામાં આવે છે. તાજેતરમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા પોતાની મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ફાયર સેફ્ટી વિનાની મિલકતોમાં ફાયર એનઓસી મેળવવા માટે ફાયરના પર્યાપ્ત સાધનો ફીટ કરવા ટેન્ડર ઙ્કસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે હાલ ફાઇનલ તબક્કે છે.
દરમિયાન તકેદારી અને સલામતીના ભાગરૂપે કોર્પોરેશનની એસ્ટેટ શાખા હસ્તકના ૧૭ કોમ્યુનિટી બોલના ૨૧ યુનિટો આગામી એક ઓગસ્ટથી બંધ કરી દેવામાં આવશે.નવા કોઈ જ બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં.અંદાજે ત્રણેક મહિનામાં તમામમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા બાદ ફરી બુકિંગ શરૂ કરવામાં આવશે.
સાથે જ પહેલી ઓગસ્ટ પછીના જે બુકિંગ છે તેને ડિપોઝિટ પરત આપી બુકિંગ કેન્સલ કરવામાં આવશે. ત્રણ મહિનામાં તમામ હોલમાં ફાયર સેફટીના સાધનો લાગ્યા બાદ અને ફાયર એનઓસી મળ્યે ફરી બુકિંગ શરૂ કરવામાં આવશે.
કયાં કયાં કોમ્યુનીટી હોલ બંધ રહેશે
આગામી ૧ ઓગસ્ટથી જાગનાથમાં આવેલા એકલવ્ય કોમ્યુનિટી હોલ, ગાયકવાડીમાં ગુરુનાનક કોમ્યુનિટી હોલ, નીલકંઠ સિનેમા સામે વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, ગુરુઙ્ઘસાદ ચોકમાં વસંતરાવ ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલના બંને યુનિટ,ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં અવંતીબાઈ લોધી કોમ્યુનિટી હોલ, જિલ્લા ગાર્ડનમાં ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ, આમ્રપાલી પોલીસ ચોકી પાસે ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ, આનંદનગર માં રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલના બંને યુનિટ, બેકબોન શોપિંગ સેન્ટરમાં પ્રતાપભાઈ ડોડીયા કોમ્યુનિટી હોલ અને મનસુખભાઈ ઉધાડ કોમ્યુનિટી હોલ, ધર્મનગર આવાસ યોજના પાસે નાનજીભાઈ ચૌહાણ કોમ્યુનિટી હોલ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ, પેડક રોડ પર પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલના બંને યુનિટ, ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલના બંને યુનિટ,કોઠારીયા મેઈન રોડ પર હુડકો ફાયર બ્રિગેડ પાસે કાંતિભાઈ વૈદ કોમ્યુનિટી હોલ, સંત કબીર રોડ પર મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ,મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે નવનિર્મિત કોમ્યુનિટી હોલના બંને યુનિટ બંધ કરી દેવામાં આવશે અને ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી બુકિંગ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવશે.
(3:15 PM IST)










