News of Wednesday, 10th July 2024
અગ્નિકાંડ જેવી ઘટના ગ્રામ્ય શાળામાં ન બને તે માટે શું પગલા લેવાયા ? પંચાયતની સામાન્ય સભામાં સવાલ
જિલ્લા પંચાયતની સામાન્ય સભા ૧૮મીએ : પ્રશ્ન પૂછવા કાલ સુધીની મુદત : ચૂંટાયેલા ૩૬ સભ્યો પૈકી આજ સુધીમાં માત્ર બે સભ્યોએ ૬ પ્રશ્નો રજૂ કર્યા

રાજકોટ તા. ૧૦ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૧૮મીએ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મળનાર છે. શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો પડઘો પંચાયતમાં પડયો છે. જસદણ તાલુકાના ભાડલાના કોંગી સભ્ય મનસુખ સાકરિયાએ પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ સંદર્ભે આ પ્રશ્ન સામાન્ય સભામાં પૂછયો છે. પંચાયતના કુલ ૩૬ પૈકી આજે બપોર સુધીમાં માત્ર ેબ જ સભ્યોએ ૬ પ્રશ્નો પૂછયો છે. સભ્યો આવતીકાલે સાંજ સુધી પોતાના પ્રશ્નો રજુ કરી શકશે. મનસુખ સાકરિયા ઉપરાંત ભાજપના દક્ષાબેન રાદડિયાએ વિકાસકામો અંગે બે પ્રશ્નો પૂછયા છે.
મનસુખ સાકરિયાએ પ્રશ્ન પૂછયો છે કે, ગેમઝોન જેવી ગોજારી ઘટના આપણી (પંચાયતની) શાખાઓમાં ન બને તેના માટે તમે શું આગોતરૂ આયોજન કરેલ છે ?
રાજકોટ જિલ્લામાં કુલ કેટલી પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ આવેલ છે ? આ પ્રાઇવેટ શાળાઓમાં કેટલી શાળા પાસે બિલ્ડીંગ અને મેદાન એક સાથે હોય તેની યાદી આપો અને મેદાન ન હોય તેવી શાળાઓની યાદી આપો જસદણ તાલુકાના આધીયા ગામે ગામની શાળામાં બિલ્ડીંગ નથી. બાળકો મેદાનમાં અભ્યાસ કરે છે. નાણાપંચમાંથી કોઇ ગ્રાન્ટ આપી કે કેમ ? તે જણાવશો. ગામે ગામ બીનવારસી પશુ ગાય - આખલા - વાછરડા માટે આપે શું કામગીરી કરશો ? તે પ્રશ્ન ઉઠાવ્યો છે.
(3:30 PM IST)










