<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

જિલ્લા પંચાયતની નવી ડાયરી તૈયાર : ૧૮મીએ વિમોચન

રાજકોટ : જિલ્લા પંચાયત દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની ડાયરી તૈયાર કરવામાં આવી છે. જેનું વિમોચન તા. ૧૮મીએ સામાન્‍ય સભામાં કરવામાં આવશે. આચારસંહિતાના કારણે ડાયરી પ્રસિધ્‍ધ કરવામાં મોડુ થયાનું પંચાયતના સૂત્રો જણાવે છે. ડાયરીમાં દર વખતની જેમ આ વખતે પણ ઉપયોગી ફોન નંબરો સહિતની માહિતી આપવામાં આવી છે. ડાયરીના ખર્ચ માટે જાહેરાત લેવામાં આવી હોવાથી પંચાયત પર કોઇ આર્થિક બોજ આવશે નહિ.

(3:30 PM IST)