<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

બુટલેગર પ્રકાશ ઉર્ફ ચીકી પાસામાં ધકલોયોઃ અગાઉ ૨૨ ગુનામાં સામેલ

પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એસ. એસ. રાણે, એએસઆઇ બી. જે. જાડેજા, આર. બી. જાડેજા, ભરતભાઇ વનાણી સહિતની કામગીરી

રાજકોટ તા. ૧૦: શહેરના કોઠારીયા રોડ પર સ્‍વાતિ પાર્ક બગીચા પાસે આસોપાલવ પાર્કની બાજુમાં રોલેક્‍સ કારખાના પાસે મયુરનગર-૭૩ના ખુણે રહેતાં બુટલેગર શ્રીપ્રકાશ ઉર્ફ ચીકી જયસુખભાઇ દુધરેજીયા (ઉ.વ.૩૪)ને પાસા તળે સુરત જેલમાં ધકેલવાનો પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ હુકમ કરતાં જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત ડીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીસીબી પીઆઇ એસ. એસ. રાણે તથા બંનેની ટીમના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, આર. બી. જાડેજા, ભરતભાઇ વનાણી, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ ઝાલા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. ઉમેશ ચાવડા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્‍વામીએ વોરન્‍ટ બજવણી કરી હતી. આ શખ્‍સ વિરૂધ્‍ધ છેલ્લા ત્રણ વર્ષમાં દારૂના ત્રણ ગુના ડીસીબી, આજીડેમમાં નોંધાયા હતાં. અગાઉ તે ૨૨  ગુનામાં પકડાયો હતો અને પાસામાં પણ જઇ આવ્‍યો હતો.

(3:31 PM IST)