News of Wednesday, 10th July 2024
જનરલ બોર્ડમાં પ્રવેશ માટે નાગરિકોને કોર્પોરેટરોની આજીજીમાંથી છૂટકારો
કામગીરી નિહાળવા પ્રેક્ષક ગેલેરીના નિયમો હળવા કરાયા : સામાન્ય સભા, સ્થાયી સમિતિ, ખાસ સમિતિના નિયમોમાં જરૂરી સુધારા કરવા, ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા તથા ચીફફાયર ઓફિસર ઇલેશ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યાનો રિપોર્ટ રજુ કરવા સહિતની ૧૦ દરખાસ્તો અંગે નિર્ણય થશે

રાજકોટ : આગામી તા. ૧૮ના ગુરૂવારે મળનાર દ્વિમાસીક જનરલ બોર્ડમાં મનપાની સ્થાયી સમિતિ, સામાન્ય સભા, ખાસ સમિતિની કાર્યવાહી સંબંધી નિયમોમાં જરૂરી સુધારા કરવા, ટાઉનપ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજુ કરવા સહિતની ૧૦ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે.
આ બોર્ડમાં મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં.૩ નાના મવા, અંતિમ ખંડ નં.૪ પૈકી (વાણીજય વેચાણ) હતું પ્લોટની ફાળવણી રદ કરવા, મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત થતા કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદ્ભવેલ વિસંગતતા દુર કરવા, મહાનગરપાલિકાની માર્કેટ શાખામાં ‘એન્કોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટર'ની હંગામી ઉપસ્થિત કરેલ, ૦૯ જગ્યાઓને કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા, શહેરના વોર્ડ નં.૧૨માં વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા, મહાનગરપાલિકાની હદમાં કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા, મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓની કાર્યવાહી સંબંધી નિયમોમાં જરૂરી સુધારા કરવા, શહેરના વોર્ડ નં.૧૮માં સ્વાતિ પાર્ક, સાત રસ્તા પર આવેલ ચોકનું ‘BAPS સ્વામિનારાયણ મંદિર ચોક' નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૧૬માં કોઠારિયા મેઇન રોડ પર આવેલ કેદારનાથ સોસાયટી મેઈન રોડનું ‘ઉકાભાઈ નનાભાઈ લાવડીયા માર્ગ' નામકરણ કરવા, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજુ કરવા તથા મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજુ કરવા સહિતની ૧૦ દરખાસ્તોનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં મળેલ સ્ટેન્ડીંગ કમિટિ બેઠક અને કાયદા નિયમોની સમિત્મિાં મંજુર થયેલ છે પરંતુ નિયમ મુજબ જનરલ બોર્ડની મંજુરી બાદ રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે ત્યારબાદ ગેઝેટમાં પસાર થયા બાદ અંદાજીત ૬ મહિના બાદ અમલમાં આવશે.
ક્યા કયા નિયમોમાં ફેરફાર કરાયા
* સ સમિતિઓ અને સામાન્ય સભાના રોજકામની બુક જોવા માટે કોઇ સભ્યને મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં કચેરી કામકાજના સમય દરમિયાન કોઇ પણ યોગ્ય સમયે ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રખાશે. અન્ય વ્યકિતને પ્રત્યેક કલાકના રૂા. ૨૦૦૦ ફી ભરવાની રહેશે.
* જકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભાની દરેક મિટીંગ સભાગૃહના પ્રેક્ષક કક્ષની બેઠક સંખ્યાની મર્યાદામાં જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે. સભામાં પ્રવેશ મેળવવા માટે વખતોવખત અમલમાં હોય તેવું નિયત પત્રક સભાના ૧ કલાક અગાઉ મ્યુનિસિપલ સેક્રેટરી પાસેથી મળી શકશે.
* રેક સભાના અધ્યક્ષસ્થને મેયર રહેશે. અને જો મેયરનું પદ ખાલી હોય અથવા મેયર ગેરહાજર હોય તો નાયબ મેયર અથવા નાયબ મેયરની ગેરહાજરીમાં સ્થાયી સમિતિ ચેરમેન અથવા સ્થાયી સમિતિ ચેરમેનની ગેજહાજરીમાં પ્રાધિકારી તરીકે સભા પસંદ કરે તેવા હાજર રહેલા સદસ્યો પૈકી એક સદસ્ય સભાનું અધ્યક્ષસ્થાન લેશે.
* નાની એક નકલ દરેક સદસ્યના છેલ્લા જાણવામાં હોય તેવા સરનામે સાધારણ ટપાલ - રજીસ્ટર્ડ એડી. - સ્પીડ પોસ્ટ - કુરિયર દ્વારા તેમજ અન્ય વિકલ્પ તરીકે સદસ્યના મોબાઇલ નંબર પર વોટ્સએપ મારફત કે સદસ્યના ઇ-મેઇલ આઇ.ડી. પર ઇ-મેઇલ મારફત મોકલી શકાશે.
* યર (સભાધ્યક્ષ) અગ્નિશાસક દળમાંથી કે સુરક્ષા વિભાગમાંથી કે અન્ય વિભાગમાંથી છ પુરૂષ માર્શલ તેમજ બે મહિલા માર્શલ એમ કુલ ૮ માર્શલની નિમણુંક કરશે.
(3:34 PM IST)










