<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

શહેરની યાતનારૂપ ટ્રાફિક સમસ્‍યાનું કાયમી નિરાકરણ જરૂરી : જનજાગૃતિ અભિયાન મંચ

રાજકોટ તા. ૧૦ : રાજકોટ શહેરની અતિ યાતનાજનક ટ્રાફિક સમસ્‍યાથી રોજ લાખો પ્રજાજન કષ્‍ટ અને અભિમુશ્‍કેલી ભોગવે છે જે અંગે જનજાગૃતિ મંચના તખુભા રાઠોડ દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરની પ્રજા વતી ફરી એક વખત નકકર વાસ્‍તવીક ટ્રાફીક સમસ્‍યા અને ટ્રાફીક શાખાની કામગીરી બાબતે રજુઆત કરીએ છીએ જે અંગે સત્‍વરે યોગ્‍ય કાર્યવાહી થાય તેવી પ્રજાવતી આશાસહ વિનંતી છે.શહેરની ટ્રાફીક સમસ્‍યા અતિ વિકટ અને ત્રાસજનક બનવા પાછળ ટ્રાફીક શાખાની અતિ નબળીને બિનજવાબદાર કામગીરીનો અતિ મોટો ફાળો છે. આ અંગે આ હાલાકી અને પરેશાનીનો રોજબરોજ સામનો કરતા નાગરીકો ગુસ્‍સા સાથે જણાવે છે કે ટ્રાફીક શાખાની અતિ બિનજવાબદાર કામગીરી ભુતકાળમાં કયારેય પણ જોવા મળેલ નથી.

શહેરના વિવિધ ટ્રાફીક પોઈન્‍ટ ઉપર ટ્રાફીક શાખાના પોલીસમેન સાથે ટ્રાફીક બ્રિગેડના બિનઅનુભવી, બિનજવાબદાર સ્‍ટાફને ફરજ ઉપર રાખવામાં આવે છે તે ટ્રાફીક પોઈન્‍ટ ઉપરનો સમગ્ર સ્‍ટાફ ફરજ ઉપરની જગ્‍યાએથી ખૂબજ દુર અતી આરામથી બેસી શકાય તેવી જગ્‍યા શોધી સેલ ફોનમાં અતિ મશગુલ રહે છે. પોઈન્‍ટ ઉપર ટ્રાફીક જામ થાય અને તમામ વાહનોના સતત હોર્ન વાગવા લાગે ત્‍યારે ફરજ ઉપરનો સ્‍ટાફ માત્ર બે કે ત્રણ મિનીટ પ્રજા ઉપર ઉપકાર કરતા હોઈ તેમ ફરજ બજાવવા પોઈન્‍ટ ઉપર આવે છે. મોટા ભાગે તો વાહન ચાલકો જ તેમની રીતે રસ્‍તો કરી લે છે. જેથી ફરજ ઉપરના સ્‍ટાફને તેમના સેલ ફોનની રમતમાં તકલીફ ન પડે આ સ્‍થિતી મોટા ભાગના પોઈન્‍ટ ઉપર સતત જોવા મળે છે. આ બાબત ટ્રાફીક શાખાની બિનજવાબદારી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે જેને ગંભીરતાથી લઈ આ રોગને નાબુદ કરવો અતિ આવશ્‍યક અને અનિવાર્ય છે અને આ બાબત સંપૂર્ણ સત્‍ય છે. અમે શહેરના મોટા ભાગના ટ્રાફીક પોઈન્‍ટ ઉપર પ્રજાની મુશ્‍કેલીઓને ટ્રાફીક શાખાની નબળીને બિનજવાબદાર કામગીરીનુ અમારી ટીમે નિરક્ષણ કરેલ છે અને આ અંગે પ્રજાના પ્રત્‍યાઘાત પણ જાણેલ છે. જેના ભાગરૂપે ઉપરની સખ્‍ત શબ્‍દોમાં રજુઆત કરીએ છીએ.

શહેરના અનેક સખ્‍ત ટ્રાફીક વાળા રોડ ઉપર રીક્ષાઓ અને અન્‍ય નાની બસો ધંધા માટે રોડ ઉપર દબાણ કરે છે. તેમ છતા ટ્રાફીક શાખા આ અંગે કેમ કાર્યવાહી કરતી નથી તે રહસ્‍ય છે.

ગમે તે કારણોસર શહેરના મહત્‍વના ઈલેકટ્રીક ટ્રાફીક પોઈન્‍ટ ઉપરથી સ્‍ટાફ હટાવી દેવાયેલ છે જેના કારણે અનેક વાહન ચાલકો સીગ્નલ બંધ હોવા છતા પસાર થાય છે. જેથી નિયમનું પાલન કરવા ઈચ્‍છતી પ્રજા અતિ મુશ્‍કેલીમાં મુકાય જાય છે.

નકકર રજુઆત અંગે કામચલાઉ નહી પણ કાયમી ધોરણે સતત કાર્યવાહી થાય તો જ પ્રજાને વિકટ ટ્રાફીક સમસ્‍યાઓમાં રાહત મળે તેમ છે

*  રાજકોટ શહેરનો ૧૩૧.૨૧ ચો.કી.મો.નો વિસ્‍તાર છે. જેમાં અંદાજે વીસ લાખની જન સંખ્‍યા વસવાટ કરે છે. આર.એમ.સી. શહેરની હદ વધારવા સક્રિય છે. પણ આર.એમ.સી. ને પોલીસ તંત્ર ટ્રાફીક સમસ્‍યા અંગે સાથે બેસીને આયોજન કરવામાં નબળું સાબિત થયેલ છે. આર.એમ.સી. નું દબાણ હટાવવા વિભાગની કામગીરી નબળી-ઢીલી છે અને ટ્રાફીક શાખાની કામગીરી પણ નબળી છે. આ બન્ને મહત્‍વની શાખાની નબળી કામગીરીનો ભોગ રાજકોટ શહેરની પ્રજા બને છે. આ હકીકત છે.

*  આર.એમ.સી. અને પોલીસ વચ્‍ચે ટ્રાફિક સમસ્‍યાના ગંભીર પ્રશ્ને સંકલનનો અભાવ છે. મિટીંગમાં સુરાનો બાદ થયેલ હુકમોનું કાયમી ધોરણે બન્ને વિભાગ તરફથી પાલન કરવામાં આવતું નથી.

*  શહેરમાંથી સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા નાના મોટા શહેરોમાં જવા માટે આવવા માટે અંદાજીત ખાનગી ૪૦૦ થી વધુ મીની બસો, મોટી સાઇઝની જીપોના સ્‍ટેન્‍ડ શહેરના મુખ્‍ય રસ્‍તાઓ ઉપર જ છે અને આ તમામ વાહનો મુસાફરો લેવા ઉતારવા શહેરના તમામ મુખ્‍ય અને પેટા રસ્‍તાઓ ઉપર જ આ વાહનો ઉભા રહે છે. જેથી ટ્રાફિક સમસ્‍યા વધુ વિકટ બને છે.

*  શહેરના વિવિધ વિસ્‍તારમાં ચાલતી સ્‍કૂલો,કલાસીસના વિદ્યાર્થીઓના અને સ્‍ટાફના વાહનો રોડ ઉપર પાર્કિંગ થાય છે. તેમ છતા તેમની સામે કાયમી ધોરણે કાર્યવાહી થતી નથી.

 * શહેરના મુખ્‍ય રસ્‍તાઓ ઉપરના અનેક કોમશીસ્‍યલ બિલ્‍ડીંગોએ પાર્કિંગ બંધ કરાવેલ છે. પ્રજાને પાર્કિંગ કરવા નથી દેતા. તેમની સામે કાયમી ધોરણે સખ્‍ત કાર્યવાહી થવી જોઇએ.

*  ટ્રાફિક સમસ્‍યા ગંભીર હતી અને તેમાં આર.એમ.સી. મારફત સીટી બસો ચાલુ કરતા શહેરના તમામ રીક્ષા ચાલકો ધંધા માટે રીક્ષા સ્‍ટેન્‍ડ ઉપર ઉભા રહેવાના બદલે શહેરના તમામ મુખ્‍ય માર્ગો અને ચોકમાં ઉભા રહે છે. જેથી ટ્રાફિક સમસ્‍યા વધુ ગંભીર બનેલ છે. આ ગંભીર બાબત ઉપર પોલીસ વિભાગ પણ અજાણ હોઈ તેમ કોઇ જ કાર્યવાહી કરતુ નથી. આ અંગે પોલીસે તાકીદે સજાગ થઇ સતત સખ્‍ત કાર્યવાહી કરવી જરૂરી છે.

*       જે પોઇન્‍ટ ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે ત્‍યાં આધુનિક કેમેરા લગાવી તેનું કેમેરા કન્‍ટ્રોલ રૂમમાંથી સુપરવિઝન કરાવવાથી સ્‍ટાફ સજાગ રહેશે. આ અતી મહત્‍વની બાબત છે જેનો સત્‍વરે અમલ થયે ટ્રાફીક શાખાના સ્‍ટાફની કામગીરી જવાબદાર અધિકારીઓ પણ જોઈ શકશે

: સંકલન :

તખ્‍તસિંહ રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:02 PM IST)