<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

શનિવારથી ગુજરાતની સૌપ્રથમ ગ્રેફાઇટ ગેલેરીનો પ્રારંભ

મોરબી સ્‍થિત ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેનેજીંગ ડિરેક્‍ટર રવિ પટેલનું રાજકોટમાં નવું સાહસ અહીં તમારી કલ્‍પનાની ટાઇલ્‍સનું મેચિંગ અને દરેક ટાઈલ્‍સની ડિઝાઇનની ૩૬૦ ડિગ્રી વર્ચ્‍યુલ ટુર પણ કરાવવામાં આવશેઃ રાજકોટ સહિત અન્‍ય શહેરના આર્કિટેક્‍ટ અને ઇન્‍ટિરિયર ડિઝાઈનર માટે બેનમૂન ટાઇલ્‍સ મેચિંગની નવી પરિભાષા અહીં સાકાર થશેઃ રવિ પટેલ-વિરલ પટેલ કંપની દ્વારા રાજકોટ બાદ હૈદરાબાદ, સુરત, અમદાવાદ, ગુડગાંવ અને મુંબઈમાં પણ ગેલેરી શરૂ કરવાની નેમ

રાજકોટ શહેરમાં ગુજરાતની સૌપ્રથમ ગ્રેફાઇટ ગેલેરીનો શુભારંભ થઇ રહ્યો છે. આ પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપવા આવેલા ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લીમીટેડના ચીફ એમ.ડી. શ્રી રવિ પટેલ અને ક્રિષ્‍ના વડાલીયા નજરે પડે છે. આ તકે શ્રી સુરેશ પારેખ (એસ.પી. મીડિયા) પણ ઉપસ્‍થિત છે. જ્‍યારે નીચેની તસ્‍વીરમાં પત્રકાર પરીષદ સંબોધતા શ્રી રવિ પટેલ અને શ્રી વિરલ પટેલ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ વિટ્રીફાઇડ ટાઇલ્‍સ ક્ષેત્રે અવ્‍વલ નામ ધરાવતી મોરબી સ્‍થિત કંપની ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ હવે રાજકોટમાં નવું સોપાન  શરૂ કરવા જઈ રહ્યું છે. ૧૩ જુલાઈ શનિવારે કંપની દ્વારા રાજકોટના ન્‍યુ ૧૫૦ ફીટ રિંગ રોડ પર ફન બ્‍લાસ્‍ટની સામે અને કાઠિયાવાડ ઈન્‍ટીરીયર માં  પ્રથમ ગ્રેફાઇટ ગેલરીનું લોન્‍ચિંગ કરવા જઈ રહી છે. ગ્રેફાઇટ સિરામિક્‍સની ગુજરાતની આ પ્રથમ ગેલેરીનું લોન્‍ચિંગ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે વધુ વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડમાં ચીફ મેનેજીંગ ડિરેક્‍ટર રવિભાઈ પટેલે (મો.૯૪૯૧૯ ૭૪૦૦૦)જણાવ્‍યું હતું કે મોરબીમાં અમે વિટ્રીફાઇડ ટાઇલ્‍સ બિઝનેસ સાથે જોડાયેલા છીએ પણ વ્‍યક્‍તિગત રીતે આ મારુ ડ્રિમ હતું કે રાજકોટમાં હું પ્રથમ વિટ્રીફાઇડ ગ્રેફાઇટ ગેલરી લોન્‍ચિંગ કરું અને આજે મને ખુશી છે કે બહુ જ ટૂંકા સમયમાં અમે આ ગેલેરીનું લોન્‍ચિંગ રાજકોટમાં શનિવાર તારીખ ૧૩ જુલાઈના રોજ સાંજે૪ વાગ્‍યે કરવા જઈ રહ્યા છીએ.

રાજકોટમાં આ પ્રકારની ગેલેરી શરુ કરવાના ઉદ્દેશ અંગે ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેનેજીંગ ડિરેક્‍ટર રવિભાઈ પટેલ જણાવે છે કે એક તો અમારી કંપનીની સંપૂર્ણ પ્રોડક્‍ટ રેન્‍જનું નિદર્શન અહીં કરવામાં આવશે. વિટ્રીફાઇડ ટાઈલ્‍સની વિવિધ શ્રેણીની બહુ મોટી રેન્‍જ માર્કેટમાં જોવા મળતી હોય છે. પરંતુ  મેચિંગ સૌથી મહત્‍વનું હોય છે. હું પણ એક આર્કિટેક્‍ટ અને ઇન્‍ટિરિયર ડિઝાઈનર છું  અને ત્‍યારે કોઈપણ આર્કિટેક્‍ટ કેવી ડિઝાઇન ઈચ્‍છે છે તેનું નિદર્શન અહીં નિહાળી શકાશે. ટાઈલ્‍સના નાના નમૂના દ્વારા ૬  હજારથી પણ વધારે શક્‍યતાઓ જેમાં સરફેઈસ તથા ડિઝાઇનને આર્કિટેક્‍ટ ચોઈસ મુજબ મેચ મેકિંગ કરી બનાવી શકાશે અને ઓર્ડર મુજબ મનગમતી ડિઝાઇન પસંદીદાર સરફેસ તથા જરૂરિયાત મુજબની સાઈઝમાં બનાવી આપે છે.

આ ગેલેરી અંગે વધુ વિગત આપતા રવિભાઈ પટેલ અને વિરલભાઈ જણાવે છે કે અહીં ટાઇલ્‍સનું ઉત્‍પાદન કરતી પ્રક્રિયાનું વર્ણન કરતી પેનલ અને તેનું લેયર્સની સાથે અહીં ગેલેરીની વર્ચ્‍યુલ ટુરની સાથે પ્રોડક્‍ટની ૩૬૦ ડિગ્રીની સાથે પ્રોડક્‍ટ કન્‍સલ્‍ટન્‍ટની સેવાઓ પણ ઉપલબ્‍ધ કરવામાં આવશે. અહીં સૂર્યપ્રકાશમાં ક્‍લિક કરેલા પ્રત્‍યેક ટાઇલ્‍સ ડિઝાઇનના ફોટોગ્રાફ, તેમજ ટાઇલ્‍સ બિછાવ્‍યાં બાદ કેવી લાગશે તેનો ચિતાર મેળવવા માટે પ્રિવ્‍યુ ઇમેજ સાથે તમે કરેલી કલ્‍પનાની પ્રત્‍યેક ડિઝાઇનનો ૩૬૦ ડિગ્રીનો વ્‍યુ ઉપલબ્‍ધ કરવામાં આવશે.

મોરબીના ઘૂંટુ રોડ સ્‍થિત ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ કંપની ૧૨ એકરમાં પથરાયેલું છે. વિદેશી કંપની સાથે જોડાણ પણ કરવામાં આવ્‍યું છે અને હાલમાં ફેક્‍ટરી ખાતે વાર્ષિક ૫૦ લાખ ચોરસ મીટરનું ટાઇલ્‍સનું ઉત્‍પાદન કરવામાં આવી રહ્યું છે. હાલ કંપની દ્વારા 1200MM X 1800MM, 1200MM X 1200MM, 800MM X 1600 MM અને 600MM X1200MM  ની સાઈઝમાં GVT /PGVT ટાઇલ્‍સનું ઉત્‍પાદન કરવામાં આવી રહ્યું છે. હાલ દેશ વિદેશમાં કંપની દ્વારા ટાઇલ્‍સ મોકલવામાં આવી રહી છે. કંપની દ્વારા હાલ સ્‍પેનથી કાચો માલ મંગાવવામાં આવે છે અને કંપની દ્વારા ફાઇનલ ટચ જે આપવામાં આવે છે તે  એક એક ટાઈલ્‍સને વર્લ્‍ડ ક્‍લાસ પ્રોડક્‍ટની ફીલ કરાવે છે. ગ્રેફાઇટ સિરામિક્‍સ કુલ ૧૦  સરફેસીંઝમાં ટાઇલ્‍સનું ઉતાળં કરે છે. સરફેસિઝના બે  કન્‍વેનશનલ અને પ્રીમિયમ વિભાગમાં સંબોધિત કરેલ છે.

ગેલેરીમાં રાજકોટ સહીત દેશના તમામ શહેરના આર્કિટેક્‍ટ અને બિલ્‍ડરોને આમંત્રિત  કર્યા છે અને અમે આવનારા દિવસોમાં આ વિષયને સંબધિત સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે.આવનારા દિવસોમાં રાજકોટ બાદ સુરત,અમદાવાદ મુંબઈ ગુડગાંવ અને હૈદરાબાદ ખાતે પણ આ પ્રકારની ગેલેરી શરૂ કરવામાં આવશે.

(3:46 PM IST)