<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

મારૂતીનંદન નગરમાં મકાનમાં દરોડોઃ તીનપત્તી રમતા નવ શખ્‍સો પકડાયા

માલવીયાનગર પોલીસના હેડ કોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. મયુરદાનભાઇ બાટી અને જયદીપસિંહ ભટ્ટીની બાતમીઃ રૂા. ૩૭ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧૦: મવડી મેઇન રોડ પર મારૂતીનંદન નગરમાં મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા માલવીયાનગર પોલીસે દરોડો પાડી નવ શખ્‍સોને તીનપતીનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મારૂતીનંદનનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. અજયભાઇ વીકમા, કોન્‍સ. મયુરદાનભાઇ બાટી અને જયદીપસિંહ ભટ્ટીને બાતમી મળતા મારૂતીનંદનનગર શેરી ન઼. ર માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક અલ્‍પેશ ઉર્ફે બાબો રમણીકલાલ ગોટેચા, ગોંડલ રોડ ઉદ્યોગનગર કોલોની કવાર્ટર નં. ૧૭૧ ના ઇમ્‍તીયાઝ વલીમહંમદભાઇ સોરા, ગોંડલ રોડ લોહાનગર શેરી નં. ર ના મયર ભરતભાઇ કુકાવા, ખોડીયારપરા શેરી નં. પના હાજી ઇસ્‍માઇલભાઇ જુણેજા, મેટોડા જીઆઇડીસી પાસે ચંદ્રપાર્ક શેરી નં. ૧ના દિપક પોલાભાઇ ચુડાસમા, દૂધસાગર રોડ હાઉસીંગ બોર્ડ એમ.આઇ.જી. કવાર્ટરના જાહીદ મોહંમદભાઇ પારેખ, ૧પ૦ ફુટ રોડ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ર૮ કવાર્ટર નં. ૮૧૯ના અમીન જદુરભાઇ શીશાંગીયા, મોટી ટાંકી ચોક વિરમાયા સોસાયટી શેરી નં. ર ના પરેશ રમેશભાઇ ઝાલા અને આજી વસાહત પાસે ખોડીયારપરા શેરી નં. ૩/૪ સામે રહેતો મહંમદ યુનુસ ઇલ્‍યાસભાઇ ચાનીયાને પકડી લઇ રૂા. ૩૭,૬૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ. જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી. એસ. ગજેરા, હેડ કોન્‍સ.અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.

(4:13 PM IST)