News of Thursday, 11th July 2024
આ વર્ષે શ્રાવણ મહિનામા ચારના બદલે પાંચ સોમવાર
તેમાં પણ રક્ષાબંધન જન્માષ્ટમી પણ સોમવારે શિવભક્તોને શ્રાવણ મહિનાની સોમવતી અમાસનો પણ લાભ મળશે

રાજકોટ : ૫ ઓગસ્ટ ૨૦૨૪ ને સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. આ વર્ષે શિવ ભક્તોને શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાથી ચારની બદલે પાંચ સોમવાર શિવ ભક્તિ નો લાભ મળશે.
તેમાં પણ આ વર્ષે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ૧૨ ઓગસ્ટ બીજો સોમવાર ૧૯ ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન છે જયારે ૨૬ ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમી છે અને ૨ સપ્ટેમ્બરે સોમવતી અમાસ છે.
શ્રાવણ મહિના નો પ્રારંભ પણ સોમવારે થશે આ વર્ષે રક્ષાબંધન પણ સોમવારે આવશે. જન્માષ્ટમી પણ સોમવારે આવશે અને સોમવારે સોમવતી અમાસનો પણ લાભ મળશે. આમ આ વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ ખૂબ વધારે રહેશે અને શિવ ભક્તોને ૪ ના બદલે પાંચ સોમવારની મહાદેવજીની પૂજાનો લાભ મળશે શ્રાવણ મહિનામાં અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી ૩ સપ્ટેમ્બર મંગળવારે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થશે. આ વર્ષે શ્રાવણ મહિના પુરા ૩૦ દિવસનો રહેશે.
- શાસ્ત્રી
રાજદીપ જોશી (વેદાંત રત્ન) મો. ૯૯૨૫૬ ૧૧૯૭૭
(4:07 PM IST)










