<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

આણંદપર-નવાગામમાં તાલુકા મામલતદારનું ઓપરેશનઃ ૩ મકાન તોડી પડાયા : ૧ કરોડની જમીન ખૂલ્લી થઇ

રાજકોટ : રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણા, દબાણના નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ વાઘેલા તથા અન્‍ય સ્‍ટાફે આણંદપર -નવાગામમાં દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી ત્રણ મકાનો તોડી પાડી રૂા. ૧ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આણંદપર નવાગામના સર્વે નંબર ર૦૭ પૈકીની સરકારી જમીનનાં આશરે પ૦૦ ચો.મી.માં પાકા મકાનોનું બાંધકામ કરી દબાણ થયેલ હતું. જેનો પેશકદમી કેસ ચાલી જતા જે અનઅધિકૃત થયેલ દબાણ પોલીસ બંદોબસ્‍ત સાથે દૂર કરાયું હતુ. આ જમીનની અંદાજિત કિંમત રૂપિયા એક કરોડ જેટલી થાય છે, આ અંગે કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(3:14 PM IST)