<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મવડીમાં દક્ષિણ મામલતદારનું ઓપરેશન : ૧૩ કરોડની ૧૭૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી : પાંચ દબાણો દૂર

ગંજાનંદ પાર્ક પાસે સરકારી જમીન ઉપર ભંગારના ડેલા-ઝુપડા-ઓરડીઓ ઉભી કરાઇ હતી

મવડીમાં સર્વે નં. ૧૯૪ પૈકીની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરાયુ તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીની ડાયરેકટ સુચના બાદ આજે દક્ષિણ મામલતદાર શ્રી કારડીયા અને તેમની ટીમે પોલીસ તથા વીજ ટીમોને સાથે રાખી સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબણો ઉપર બૂલડોઝર ફેરવી દઇ અંદાજે ૧૩ કરોડની કિંમતની ૧૭૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે, આ કાર્યવાહીમાં દબાણના નાયબ મામલતદાર એ.જે. જાડેજા, તલાટી ચિરાગ કાનગડ વિગેરે જોડાયા હતા.

મવડી સર્વે નં. ૧૯૪ પૈકીની ગજાનંદ પાર્ક પાસે આવેલ ઉપરોકત જમીન ઉપર ભંગારના ડેલા, કેબીનો, ઝુપડા, કાચા મકાનો બનાવી દબાણ કરવામાં આવેલ, જેનો કેસ ચાલી જતા દબાણ મામલતદારની ટીમે બૂલડોઝર ફેરવી દીધી હતું.

(3:15 PM IST)