<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

રાજકોટીયન્‍સની જિંદગીની દિશા અને દશા બદલશે સોનુ શર્મા

આગામી તા.૧૪ને રવિવારે :‘વિઝન ટુ વિકટરી' પ્રોગ્રામ હેઠળ સતત ત્રણ કલાક યુનિક ટેકનીક વિશે માહિતી આપશે : ગ્રોથ સર્કલ અને રાજકોટના એલીગંટ ઓવરસીસનું અદકેરૂ આયોજન : ઉદ્યોગ સાહસિક અનિલ જેતવાણી (ગ્રોથ સર્કલ), અનીતા જોન અને લોરેન્‍સ વિલીયમ (એલીગંટ ઓવરસીસ) કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત

રાજકોટ, તા. ૧૧ : છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ - વિદેશમાં ૨૦૦થી વધારે કોર્પોરેટ કંપનીઓમાં ટ્રેનીંગ આપ્‍યા બાદ અને વિશ્વભરમાં હજારો ઓપન લાઈવ વર્કશોપ કર્યા બાદ વિશ્વવિખ્‍યાત મોટીવેશનલ સ્‍પીકર, જાણીતા લીડર, વકતા અને કોર્પોરેટર ટ્રેનર સોનુ શર્મા સૌપ્રથમ વખત સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં આગામી રવિવાર તા. ૧૪ જુલાઈના રોજ સવારે ૯ થી ૧૨ હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે આવી રહ્યા છે.

સુરતના માયગ્રોથ સર્કલ અને રાજકોટના એલીગંટ ઓગવરસીસ દ્વારા આ અદ્દભૂત ઈવેન્‍ટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. સુરતમાં ૨ વખત ત્‍યારબાદ વાપી, અમદાવાદ અને વડોદરામાં હજારો લોકોને મોટીવેટ કર્યા બાદ આંતરરાષ્‍ટ્રીય મોટીવેશનલ સ્‍પીકર સોનુ શર્મા રાજકોટવાસીઓને પ્રેરણાદાયી વકતવ્‍ય દ્વારા લોકોમાં જોમ જુસ્‍સો ભરશે.

અકિલા કાર્યાલય ખાતે એલીગંટ ઓવરસીસના મેનેજીંગ ડીરેકટર (ઓપરેશન) લોરેન્‍સ વીલીયમ અને મેનેજીંગ ડીરેકટર (એકેડેમીક) અનિતા જોન આવ્‍યા હતા અને કાર્યક્રમની વિગતો આપી હતી. તેમણે જણાવ્‍યુ હતું કે રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે આગામી તા. ૧૪ જુલાઈને રવિવારના રોજ આયોજીત કાર્યક્રમમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જાણીતા લીડર, વકતા અને કોર્પોરેટ ટ્રેનર જેમના કરોડો ચાહકો અને પ્રશંસકો છે. તેમના સોશ્‍યલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ છે અને ભારતની જાણીતી કોર્પોરેટ સંસ્‍થાઓને જેઓ માર્ગદર્શન આપે છે તેવા શ્રી સોનુ શર્મા પોતાનું માર્ગદર્શન આપશે.

ભારતના નંબર વન મોટીવેશનલ સ્‍પીકર ગણાતા સોનુ શર્માનો જન્‍મ ૧૧ નવેમ્‍બર ૧૯૮૧ના રોજ હરિયાણાના ફરીદાબાદના એક મધ્‍યમ વર્ગીય પરીવારમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ ફરીદાબાદમાં મેળવ્‍યા બાદ ચંદીગઢની ડીઓવી કોલેજમાં અભ્‍યાસ કર્યો. સોનુ શર્માની વેબસાઈટ sonusharma.in પર તેમના જીવનની તમામ માહિતી આપી છે. પોતે શિક્ષક હતા અને અમીર વિદ્યાર્થીઓને જોઈએ દિશામાં આગળ વધ્‍યા અને આજે દુનિયા સોનુ શર્મા નામથી પરિચિત છે.

રાજકોટમાં સોનુ શર્મા ‘હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ'ના મુખ્‍ય મુદ્દા પર ‘વિઝન ટુ વિકટરી' પ્રોગ્રામ હેઠળ સતત ત્રણ કલાક યુનિક ટેકનીક વિશે માહિતી આપશે જેનો ઉપયોગ કરવાથી એક નાનકડા વ્‍યવસાયને ખૂબ મોટો કરી શકાય છે અને લોકો કઈ રીતે તેના જીવનમાં ખૂબ નાના - નાના પણ ખૂબ જ અગત્‍યના બદલાવ કરી જીંદગીની દિશા અને દશા સંપૂર્ણ રીતે બદલી શકે છે.

ગ્રોથ સર્કલના અનીલભાઈ જેઠવાણીએ જણાવ્‍યુ હતું કે કોવિડ પછી એવી પરિસ્‍થિતિનું નિર્માણ થયુ છે કે મધ્‍યમ વર્ગ અને નિમ્‍ન મધ્‍યમ વર્ગ પિસાય રહ્યો છે. ઘરની જરૂરીયાત વધી છે. પણ સામે આવક વધી નથી. ૭૦ થી ૭૫ ટકા લોકો એક જ આવક પર નભે છે. ત્‍યારે લોકો જીવનમાં ત્‍યાગ વિના જે લાઈફ સ્‍ટાઈલ જોઈતી હોય તે મેળવી શકે તે લોકો માટે સ્‍કીલ ટ્રેનીંગ પ્રોગ્રામ થકી પ્રોત્‍સાહન આપવાનું કામ ગ્રોથ સર્કલ કરી રહ્યુ છે. વાપી, સુરત, વડોદરા, અમદાવાદ બાદ સોનુ શર્માજી રાજકોટમાં પ્રથમ વખત આવી રહ્યા છે. લોકોની લાઈફમાં જ્ઞાનનું  વેલ્‍યુ એડીશન કરવા આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

અનિતા જોન અને લોરેન્‍સ વિલીયમના જણાવ્‍યા મુજબ સોનુ શર્મા છેલ્લા ૨૨ વર્ષમાં ૨૨ દેશોમાં ૧૬૦૦થી વધુ વર્કશોપ અને ૩૮૦૦ ઈવેન્‍ટ કરી ચૂકયા છે. જેમાંથી ૪૪ લાખથી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અકિલા કાર્યાલયે કાર્યક્રમની વિગતો આપતા લોરેન્‍સ વિલીયમ, અનીતા જોન સાથે કિશોરભાઈ બાબીયા અને યશ બાબીયા ઉપસ્‍થિત રહ્યા હતા.(૩૭.૬)

સોનુ શર્માના સોશિયલ મીડીયમાં કરોડો ફોલોઅર્સ

આંતર રાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રામત મોટી વેશનલ સ્‍પીકર સોનુ શર્મા તા.૧૪ ને રવિવારે રાજકોટ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જેને આખું વિષ્‍વ સાંભળવા ખુબ આતુર હોય છે એવા સ્‍પીકર રાજકોટમાં મહેમાન બનવા જઈ રહ્યા છે ત્‍યારે તેમનાં સોશિયલ મીડીયા પર પણ કરોડો ફોલોઅર્સ છે ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક, લીન્‍ક્‍ડીંન, યુટયુબ વગેરે પર તેમનાં કરોડો ચાહકો એટલેકે ફોલોઅર્સ છે. લાખો લોકો તેમને સાંભળી પ્રોત્‍સાહિત થયા છે અને જીવનમાં બદલાવ પણ આવ્‍યો છે સોનું શર્માના કાર્યક્રમમાં આવનાર લોકો પોતાના આર્થિકસ્ત્રોતોને વધારવામાં સફળ થયા હોવાના અનેક કિસ્‍સાઓ છે. સોનું શર્માને શરૂમાં નેટવક માકેટિંગનું બહુ જ્ઞાન નહતું પણ એના વિશે માહિતી મેળવી વર્ષ ૨૦૦૫માં તેઓ નેટવર્ક બિઝનેસમાં જોડાયા અને આજે દુનિયાભરમાં તેમનું નામ છે.(૩૭.૬)

રાજકોટના કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંપર્ક : લોરેન્‍સ વિલીયમ : ૯૮૭૯૫ ૫૯૮૫૩, અનીતા જોન : ૯૦૯૯૯ ૯૪૨૩૨

(3:46 PM IST)