<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મનપાના ૧૦ ફાયર સ્‍ટેશન ઓફીસરોની અરસપરસ બદલી

અગ્નિકાંડ દુર્ઘટનાનો પડધો

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનના ફાયર સ્‍ટેશનના કામગીરીની સરળતા માટે થોડા દિવસો પહેલા વોર્ડવાઇઝ કામગીરી કરવાનો હુકમ મ્‍યુનિ. કમિશ્નર દ્વારા કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે ઘણા સમયથી એકજ જગ્‍યા પડેલા રહેલા ૧૦ ફાયર સ્‍ટેશન ઓફિસરોની અરસપરસ નવી યોજના મુજબ બદલી ઓ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્‍ડ ઇમજરન્‍સી સર્વિસીઝ શાખાના સ્‍ટેશન ઓફીસરોની જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર કામગીરીમાં ફેરવાર કરવાનો હુકમ કરવામાં આવે છે. જેમાં હવે જાની યોગેશભાઇ દુર્ગાશંકરની કનક રોડ (વોર્ડ નં. ૭ નો વિસ્‍તાર), જુણેજા મુબારક કાસમભાઇની કનકસિંહ રોડ,કનક રોડ, (વોર્ડ નં. ૧૪ નો વિસ્‍તાર), નડીયાપરા શૈલેષ રમણીકલાલની કાલાવડ રોડ ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ૧૦ અને ૧૧ નો વિસ્‍તાર), કોલી કિરીટ એચ.ની કાલાવડ રોડ, ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ૮ નો વિસ્‍તાર), દવે અમિતભાઇ કનકરાયની બેડીપરા ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. પ, ૬, અને ૧પનો વિસ્‍તાર), બારીયા આનંદકુમાર સાકજીભાઇની મવડી ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ૧રનો વિસ્‍તાર), મઠીયા લક્ષ્મણભાઇ દેવાભાઇની મવડી ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ૧૩ નો વિસ્‍તાર), લુવાની ફીરોઝ આઇ.ની રામાપીર ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ૧ અને ૯ નો વિસ્‍તાર), ચાંચીયા દિનેશ દેવાભાઇની રેલનગર ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ર અને ૩ નો વિસ્‍તાર), ઝાલા અશોકસિંહ બનેસિંહની કોઠારીયા ફાયર સ્‍ટેશન (વોર્ડ નં. ૧૬, ૧૭ અને ૧૮ નો વિસ્‍તાર) તથા જોબણ રહીમ અબ્‍દુલભાઇની ઇમરજન્‍સી રિસ્‍પોન્‍સ સેલમાં (વોર્ડ નં. ૪ નો વિસ્‍તાર)માં બદલી કરવામાં આવી છે.

(4:14 PM IST)