News of Friday, 12th July 2024
રવિવારે રાજકોટમાં સોનુ શર્માના અનોખા સેમીનારનું આયોજન
વિઝન ટુ વિકટ્રી વિષય ઉપર સોનુ શર્મા સતત ત્રણ કલાક યુનિક ટેકનીક વિશે માહિતી આપશે : એક નાનકડા વ્યવસાયને ખૂબ મોટો કરી શકાય છે અને લોકો કઈ રીતે તેના જીવનમાં ખૂબ નાના - નાના પણ ખૂબ જ અગત્યના બદલાવ કરી જીંદગીની દિશા અને દશા સંપૂર્ણ રીતે બદલી શકે છે તે વિશે જણાવશે. : ગ્રોથ સર્કલ અને એલિગંટ ઓવરસીસ દ્વારા અનેરૂ આયોજન

રાજકોટ, તા. ૧૨ : ગ્રોથ સર્કલ અને એલિગંટ ઓવરસીસ દ્વારા તા. ૧૪ જુલાઈને રવિવારના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્માનું પ્રથમવાર મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે અકિલા કાર્યાલય ખાતે આવેલા એલીગંટ ઓવરસીસના મેનેજિંગ ડિરેક્ટર અનિતા જોન અને લોરેન્સ વિલિયમે માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્માના માર્ગદર્શન હેઠળ ગ્રોથ સર્કલ વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. આ અંતર્ગત ૧૪ જુલાઈના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ૯ થી ૧૨ એમ ત્રણ કલાકના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું નામ અપાયું છે ‘વિઝન ટુ વિક્ટ્રી'. ગ્રોથ સર્કલ દ્વારા આ અગાઉ વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે સોનું શર્માના સફળ કાર્યક્રમો થયા હતાં હવે રાજકોટમાં પહેલીવાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ગ્રોથ સર્કલને વધુ લોકો સુધી પહોંચાડીને તેમને ગ્રોથ સર્કલ સાથે જોડી શકાય. સુરતના જાણીતા ઉદ્યોગસાહસિક અનિલ જેતવાણીએ ગ્રોથ સર્કલની કલ્પના કરી હતી અને ગત જૂન - ૨૦૨૨માં તેની સ્થાપના કરી હતી. જેમની સાથે કો ફાઉન્ડર તરીકે સુનીલ ચાપોરકર અને તેજશ મોદી જોડાયા છે. ગ્રોથ સર્કલની ટીમ વિકાસ ઉપર કેન્દ્રિત અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓના -ભાવી સર્કલની રચના કરીને તેમને વ્યક્તિગત અને પ્રોફેશ્નલ રીતે વળદ્ધિ સાધવામાં મદદરૂપ બનશે. તે એક વિશિષ્ટ મોડલ ઉપર કામ કરે છે, જેનાથી લોકો આવકના વધુ સ્રોતોની રચના કરી શકે તથા તેમની મુખ્ય આવક કરતાં પણ વધુ આવકનો સ્રોત ઉભો કરી શકે. ગ્રોથ સર્કલ કમાણીની બહુવિધ તકો આપે છે પરંતુ તેનો મુખ્ય લાભ વ્યક્તિની આવકના મુખ્ય સ્રોત સાથે કોઇપણ બાંધછોડ કર્યાં વગર આવકના વૈકલ્પિક સ્રોતની રચના કરવાનો છે. ગ્રોથ સર્કલ એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે જ્યાં લોકો બીજા કોઇપણ વ્યવસાય પસંદ કરી શકે છે અને તેમાં જોડાઈ શકે છે. તેનાથી વધારાની આવકનું સર્જન કરી શકાય છે. ગ્રોથ સર્કલ નેટર્વકિંગ, ટેક્રિકલ સપોર્ટ અને વ્યક્તિઓ માટે યોગ્ય તકો શોધવામાં મદદરૂપ બને છે. તે યુવાનો, ગળહિણીઓ, નાના વેપારીઓ, નાણાકીય સલાહકારો, પગારદાર વ્યક્તિઓ, નેટવર્ક માર્કેટર્સ વગેરે માટે આદર્શ છે.
જ્યારે ગ્રોથ સર્કલ સાથે રાજકોટમાં યોજાનારી આ ઇવેન્ટમાં એલીગંટ ઓવરસિસ પણ પાર્ટનર તરીકે જોડાયું છે. જેઓ વર્ષ ૨૦૦૧થી રાજકોટ ખાતે સ્પોકન ઇંગ્લિશ, સ્ટુડન્ટ વિઝા, IELTS અને પબ્લિક રિલેશનનું કાર્ય કરે છે. અનિતા જોન મેનેજિંગ ડિરેકટર - એકેડેમિક તરીકે કાર્ય કરે છે, તેમજ લોરેન્સ વિલિયમ મેનેજિંગ ડિરેકટર - ઓપરેશનની જવાબદારી સાંભળે છે. એલિગંટ ઓવરસિસ દ્વારા કેંડિડેટ પ્રોફાઇલિંગ, જરૂરિયાત અંગેના દસ્તાવેજો વિશે માર્ગદર્શન, અભ્યાસક્રમ અને યુનિવર્સિટી પસંદગી, સ્પોકન ઇંગ્લિશ, ELTS, PTE, SAT, GRE, ફ્રેન્ચનું કોચિંગ, વિઝા અરજી, મુસાફરી અને ફોરેક્સ વ્યવસ્થા, પારદર્શક પ્રવેશ પ્રક્રિયા, પ્રી ડિપાર્ચર ગાઈડન્સ, વિઝા ઇન્ટરવ્યૂની તૈયારી, ફંડિંગ ગાઈડન્સ વગેરે અંગે પણ માર્ગદર્શન આપે છે. રાજકોટ ખાતે તેમની હેડ ઓફિસ છે, અને સુરત માં પણ બ્રાન્ચ ઓફિસ છે.
રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે ૧૪ મી જુલાઈ ના રોજ આયોજિત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર જેમના કરોડો ચાહકો અને પ્રશંસકો છે, તેમના સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ છે, ભારતની અનેક જાણીતી કોર્પોરેટ સંસ્થાઓને જેઓ માર્ગદર્શન આપે છે તેવા સોનુ શર્મા પોતાનું માર્ગદર્શન રાજકોટવાસીઓને આપશે. સોનું શર્મા રાજકોટમાં પહેલીવાર આવી રહ્યા છે. તેઓ વિઝન ટુ વિક્ટ્રી વિષય પર પોતાનું માર્ગદર્શન આપશે. સોનુ શર્મા છેલ્લા ૨૨ વર્ષમાં ૨૨ દેશોમાં ૧૬૦૦ થી વધુ વર્કશોપ અને ૩૮૦૦ ઇવેન્ટ કરી ચૂકયા છે. જેમાં ૪૪ લાખથી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ૧૧૪ દેશોમાં ઓનલાઇન સેમિનાર કરી ચૂકયા છે. રાજકોટના કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોરેન્સ વિલીયમ ૯૮૭૯૫ ૫૯૮૫૩, અનીતા જોન : ૯૦૯૯૯ ૯૪૨૩૨ નો સંપર્ક કરવા એક યાદીમા જણાવાયું છે
શિક્ષકની નોકરી મૂકી મોટીવેશનલ સ્પીકર બન્યા સોનુ શર્મા
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે રવિવાર તા. ૧૪ મી જુલાઈ ના રોજ આયોજિત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર જેમના કરોડો ચાહકો અને પ્રશંસકો છે, તેમના સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ છે, ભારતની અનેક જાણીતી કોર્પોરેટ સંસ્થાઓને જેઓ માર્ગદર્શન આપે છે તેવા શ્રી સોનુ શર્મા પોતાનું માર્ગદર્શન આપશે. સોનું શર્મા રાજકોટમાં પહેલીવાર આવી રહ્યા છે, તેઓ વિઝન ટુ વિક્ટ્રી વિષય પર પોતાનું માર્ગદર્શન આપશે. ભારતના નંબર-૧ મોટિવેશનલ સ્પીકર ગણાતા સોનુ શર્માનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૮૧ના રોજ હરિયાણાના ફરીદાબાદના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ફરીદાબાદની દયાનંદ પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું, ત્યારબાદ તેણે વધુ અભ્યાસ માટે ચંદીગઢની ડીએવી કોલેજમાં પ્રવેશ લીધો. તેઓ કોમર્સના વિદ્યાર્થી હતાં. તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શિક્ષકની નોકરી કરી હતી. શિક્ષકની નોકરીના સમયે તેમના મનમાં ઘણી વખત અમીર વિદ્યાર્થીઓને જોઈને વધુ પૈસા કમાવવાની ઈચ્છા થઈ હતી જેથી તેમણે આ દિશામાં પગલું ભર્યું. ડાયનેમિક ઈન્ડિયા ગ્રુપના સ્થાપક સોનુ શર્મા માત્ર પ્રેરક વક્તા જ નથી પણ નેટવર્ક માર્કેટિંગ લીડર, કોર્પોરેટ ટ્રેનર પણ છે. સોનુ શર્માને શરૂઆતમાં નેટવર્ક માર્કેટિંગનું બહુ જ્ઞાન નહોતું પરંતુ તેમને તેના વિશે માહિતી મેળવી અને વર્ષ ૨૦૦૫માં તેઓ નેટવર્ક બિઝનેસમાં જોડાયા હતાં. વર્ષ ૨૦૧૯ માં તેઓ Vestigeમાં જોડાયા હતાં. Vestige માટે એક MLM ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે TÍS (ટીમ સોનુ શર્મા) તરીકે ઓળખાય છે. સોનુ શર્મા યુવાઓમાં ખૂબ જ જાણીતા છે તેમના કાર્યક્રમોને સાંભળવા માટે હજારો લોકો ઉમટી પડતા હોય છે. તેમના મોટીવેશનલ કાર્યક્રમમાં આવનાર લોકો પોતાના આર્થિકસ્ત્રોતોને વધારવામાં સફળ થયા હોવાના અનેક કિસ્સાઓ છે. (૩૭.૭)
લોકોના જિવનમાં જ્ઞાનનું મૂલ્યવર્ધન કરવાનું અમારું લક્ષ્ય : અનિલ જેતવાણી
રાજકોટમાં સોનું શર્માનો જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તે ગ્રોથ સર્કલની કલ્પના કરનાર સુરતના જાણીતા ઉદ્યોગસાહસિ અનિલભાઇ જેતવાણીએ અકિલા સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહમારીએ લોકોના જીવનમાં અનેક પરિવર્તન લાવ્યા છે. હાલમાં આપણે ખૂબજ અનિヘતિ માહોલમાં જીવી રહ્યાં છીએ કારણ કે કોવિડને પગલે તમામ લોકોની આર્થિક અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો હતો. આર્થિક અનિ?તિતાઓની સૌથી વધુ અસર મધ્યમવર્ગના લોકો ઉપર વર્તાઇ છે. વિશેષ કરીને એવાં લોકો કે જેમની આવકનો સ્રોત એક છે. હાલના સમયમાં આવકના સ્રોતોમાં વધારો કરવાની જરૂર છે ત્યારે સુરતથી શરૂ થયેલું ગ્રોથ સર્કલ તેના માટે ખૂબજ અનુરૂપ બન્યું છે. સોનું શર્મા જેવા મોટીવેશનલ સ્પીકરના કાર્યક્રમોથી લોકોને જીવનમાં આગળ વધવાનું -ોત્સાહન મળશે. લોકો તેના સમયનો સદઉપયોગ કરી આવક ઉભી કરી શકશે. લોકો જીવનમાં ત્યાગ કરવાને બદલે આત્મનિર્ભર બની પ્રેરીત બને તેજ અમારો હેતુ છે. ટુંકમા લોકોના જિવનમાં જ્ઞાનનું મૂલ્યવર્ધન કરવાનું અમારું લક્ષ્ય છે. વધુ વિગત માટે www.growthcircle.com પર લોગઇન કરી શકાય છે.
(3:18 PM IST)










