<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નવા સુકાનીઓઃ પ્રેસીડેન્‍ટ જયદીપ વાઢેર-સેક્રેટરી આશિષ જોશી

પર્યાવરણનું જતન, શૈક્ષણીક કાર્ય, ડ્રગ્‍સ જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો કરવાની નેમ

તસ્‍વીરમાં સંસ્‍થાના હોદેદારો સર્વશ્રી જયદીપ વાઢેર, આશીષ જોષી, જયદેવ શાહ, નિલેશ ભોજાણી, ભાવિન ભાલોડીયા, અનુપ જોષી, વિપુલ કોટક નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ : રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના વર્ષ ૨૦૨૪-૨૫ ના નવા સુકાની  જયદીપ વાઢેર અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ડિસ્‍ટ્રિકટ ૩૦૬૦ ના ડિસ્‍ટ્રિકટ ગવર્નર   તુષાર શાહ તથા ફર્સ્‍ટ લેડી નેહલ શાહની ઉપસ્‍થિતિમાં  યોજાઈ ગયો.

કાર્યક્રમની  શરૂઆત  નિતિકા સંજીવ નંદાણીએ પ્રાર્થનાથી કરી. ત્‍યારબાદ રોટરી ફોરવે ટેસ્‍ટ ની રજૂઆત પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ  પ્રવિણ પટેલે પોતાની આગવી શૈલીમાં કરી. વિદાય લેતા સેક્રેટરી  જયદેવ શાહે સેક્રેટરીયલ એનાઉન્‍સમેન્‍ટ કર્યા બાદ વિદાય લેતા ગતવર્ષના કલબ પ્રેસિડેન્‍ટ  નિલેશ ભોજાણીએ પોતાના વક્‍તવ્‍યમાં  વિવિધ પ્રોજેક્‍ટસની વિગતો આપીને  ં જણાવ્‍યુંકે  રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર ના તમામ મેમ્‍બર્સના  સહકારથી ડીસ્‍ટ્રીકટ ૩૦૬૦ નો આ વર્ષનો બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ કલબનો એવોર્ડ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ને મળ્‍યો છે. ત્‍યારબાદ ડીસ્‍ટ્રીકટ ગવર્નર   તુષાર શાહે વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રેસિડેન્‍ટ  જયદીપ વાઢેરને રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટરના ૩૮ માં પ્રેસિડેન્‍ટ તરીકે પદ અને ગોપનીયતા ના શપથ લેવડાવ્‍યા.  નિલેશ ભોજાણીએ  જયદીપ વાઢેરને રોટરી કોલર પહેરાવીને નવા સુકાની તરીકે શુભેચ્‍છાઓ પાઠવી. ત્‍યારબાદ ડીસ્‍ટ્રીકટ ગવર્નર દ્વારા રોટરી વર્ષ ૨૦૨૪-૨૫ ના સેક્રેટરી તરીકે  આશિષ જોશીની શપથિવિષ કરાવવામાં આવી.

રોટરી સાત ક્ષેત્રોમાં કાર્યરત છે. આરોગ્‍ય, પ્રાથમિક શિક્ષણ અને પર્યાવરણની જાળવણીએ તેમના મુખ્‍ય ધ્‍યેય છે અને એ ધ્‍યેય સાથે ગુજરાત અને મહારાષ્‍ટ્રના બનેલા ડિસ્‍ટ્રિકટ ૩૦૬૦ ની ૧૦૫ થી વધુ કલબોના પાંચ હજારથી વધુ સભ્‍યો સતત પરિશ્રમ કરી રહ્યા છે. સમાજના છેવાડાના માનવીના ઉત્‍કર્ષઃ  માટે અને સમાજના સર્વાંગી વિકાસ માટે રોટરી  કટિબદ્ધ હોવાનું જણાવ્‍યું છે.

કાર્યક્રમમાં આભાર વિધિ નવા વરાયેલા સેક્રેટરી આશિષ જોશીએ કરી હતી.  કાર્યક્રમનું સંચાલન  મનિષ પટેલ અને આન પૂજા પટેલે કર્યું હતું.

(3:30 PM IST)