News of Friday, 12th July 2024
કામદાર હોમિયોપેથીક કોલેજ દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ : કામદાર હોમિયોપેથિક મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કામદાર એજયુકેશન ટ્રસ્ટના સંચાલક સ્વ. વિનોદરાય કાનજીભાઇ કામદારની પુણ્યતીથી નિમિતે રકતદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રભાઇ કામદાર, અનિલભાઇ કામદાર, ચંદ્રેશભાઇ કામદાર, મહેશભાઇ કામદાર, પરેશભાઇ કામદાર, સિધ્ધાર્થભાઇ કામદાર ઉપસ્થિત રહેલ. કેમ્પમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં રકતદાન કરતા ૪૦ થી વધારે યુનિટ બ્લડ ડોનેટ થયુ હતુ. જે જરૂરતમંદ દર્દીઓ માટે અર્પણ કરાયુ હતુ. આ અવસર પર સંસ્થાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ કામદારે આ પૂણ્ય અવસરને પ્રતિવર્ષ ઉત્સાહથી આયોજન કરવાની ઘોષણા કરી હતી. (૧૬.૧)
(3:38 PM IST)










