<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

માધવ મંડળીનો સોમવારે ર૬મો સ્‍થાપના દિન : ચતુર્વિદ કાર્યક્રમો

ગુજરાતી કોમેડી નાટક બોસ તારી બીક છે બાકી બધું ઠીક છે, ‘માધવ મુદિતા' પુસ્‍તિકાનું લોકાર્પણ, વેબસાઇટ લોન્‍ચીંગ અને ડો. કમલસિંહ ડોડીયાનું સન્‍માન : સ્‍વ. રૂપાબેન શીલુને શ્રધ્‍ધાંજલી અપાશે : ડો. એન.ડી. શીલુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમોનું આયોજન

 

રાજકોટ : માધવ મંડળીનો ૨૬મો સ્‍થાપના દિવસ  એટલે અમારો રજત જયંતી મહોત્‍સવ ૧૫ જુલાઈ સોમવારે રાત્રે ૮ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે  યોજાશે. આ પ્રસંગે બોસ તારી બીક છે, બાકી બધું ઠીક છે. 

ગુજરાતી કોમેડી નાટક માધવ મુદિતા પુસ્‍તિકાનું લોકાર્પણ  માઘવ શરાફી સહકારી મંડળી લી. ની વેબ સાઈટનું લોન્‍ચીંગ તથા માઘવના ડીરેકટરો ડો.  કમલસિંહ ડોડીયા, ઉપકુલપતીશ્રી, સૌરાષ્‍ટ્ર યુનિ.નું ં સન્‍માન  કરવામાં આવશે.

માધવના ૨૬માં સ્‍થાપના દિન નિમીત્તે ચતુર્વિદ કાર્યક્રમોનું આયોજન ડો. એન. ડી. શીલુના માર્ગદર્શન નીચે તા. ૧૫ જુલાઈ ૨૦૨૪ સોમવારે રાત્રે હેમુગઢવી હોલ ખાતે  ૧. ગુજરાત કોમેડી નાટક બોસ તારી બીક છે. બાકી બધું ઠીક છે . ૨. ૅમાધવ મુદિતાઁ પુસ્‍તિકાનું લોકાપણ ૩. માધવ ની વેબસાઈટનું લોન્‍ચીગ ૪. ડો. કમલસિંહ ડોડીયા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ઉપ .કુલપતી પદે નિયુકિત થતા સન્‍માન.

હાસ્‍યસભર કોમેડી નાટક બોસ તારી બીક છે. બાકી બધુ ઠીક છે. સાથો સાથ ‘માધવ મુદિતા' ના નામથી સભાસદોના સુખે સુખી થતી માધવની આ અભૂતપૂર્વે પૂસ્‍તિકામાં ૨૬ સનાતન સૂકિતઓ અને શ્‍લોકોનું આલેખન ગીરીશ ચોહાણના  ચિત્રો પ્રદર્શની સાથે મુદિતા નાનામોટા સૌ માટે સંગ્રહ કરવા લાયક પુસ્‍તિકા બની રહેશે.

માધવની ઓનલાઈન સેવાઓ તથા  ઈતિહાસને ઉજાગર કરતી માહિતી  આપતી નિખીલ ઉપાધ્‍યાય દ્વારા તૈયાર થયેલ વેબસાઈટનું લોકાર્પણ આમંત્રીત મહેમાનો, મિડીયા જગત તથા સભાસદોની સાક્ષીએ કરવામાં આવશે. આ પ્રસંગે ડો. કમલસિંહ ડોડીયા ને સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ઉપ. કુલપતિ પદે નીયુકિત થતા અદકેરું સન્‍માન કરવામાં આવશે. આ પ્રસંગે કમલસિંહ ડોડીયાને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિર્ટીના ઉપ. કુલપતિ પદે નિયુકિત થતા અદકેરૂં સન્‍માન કરવામાં આવશે.

માધવના પૂર્વ ડીરેક્‍ટરશ્રી સ્‍વ. રૂપાબેન શીલુ નો જન્‍મ દિવસ પણ ૧૫ જુલાઈ છે. તેઓએ સ્‍થાપનાકાળથી આજ સુધીની માઘવની વિકાસયાત્રામાં કરેલ અમૂલ્‍ય યોગદાન યાદ કરી  તેઓને શ્રધ્‍ધાંજલી આપવામાં આવશે.

માધવ શરાફી સહકારી મંડળી લી. આજ સુધી ૅડોક્‍ટરોની મંડળીૅ તરીકે ખ્‍યાત હતી હવે ૅશ્રેષ્ઠ ભેટ આપતી મંડળીઁ તરીકે પ્રખ્‍યાત હોવાનું જણાવાયું છે. માધવની પ્રવળત્તિ વિશે વાત કરીએ તો માધવના જરુરીયાત વાળા સભાસદો માટે સરળ અને ઝડપી ધિરાણ, થાપણદારો માટે આકર્ષેક વ્‍યાજ દર, કોઈ પણ જાતના પ્રોસેસીંગ ચાજ વગર માત્ર ૧૦ ટકાના વ્‍યાજ દરથી રૂ. પ લાખ સુધીનું સોના ધિરાણ (ગોલ્‍ડ લોન), દર વર્ષે ગળહ ઉપયોગી વિકલ્‍પો સાથેની વાર્ષિક સભાસદ ભેટ, સભાસદોના અચલ વિશ્વાસનું કેનદ બની ૨હ્યું છે .

સભાસદો તથા રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અને અધિકારી ગણ સહપરિવાર માણી શકે એવા આત્‍મીય માહોલમાં કાર્યક્રમ માધવની ઓળખ બની ગઈ હોવાનુ જણાવાયું.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એન. ડી. શીલુ(એમ.ડી), ડો. પ્રકાશ મોઢા ચેરમેન), ડો. કેતન બાવીશી (વાઈસ ચેરમેન), ડો. અશ્વીન સાવલીયા, ડો. કમલ ડોડીયા, ડો. તત્‍સ જોષી, શ્રી ગીરીશભાઈ ગોરીયા, શ્રી તેજશભાઈ પંડયા, શ્રી ભાસ્‍કરભાઈ રાજયગુરુ, શ્રી જયંતીભાઈ રાજકોટીયા, શ્રી મહેશભાઈ શીલુ, ડો. મિતાબેન ઓઝા, શ્રીમતી કલ્‍પનાબેન શુકલ  તેમજ  શ્રી ચંદ્રેશભાઈ કાપડીયા (જનરલ મેનેજર), શ્રી આશુતોષભાઈ શીલુ (સી.ઈ.ઓ.), શ્રી જયવિરસિંહ ઝાલા, શ્રી વિજય પુરોહીત, શ્રી વિરેન્‍દ્ર ચોહાણ, શ્રી વિવેકભાઈ શીલુ સહિતના કર્મચારી ગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

‘માધવ ભવન', અક્ષર માર્ગ, કાલાવડ રોડ, માધવ શરાફી સહકારી મંડળી લી., રાજકોટ. મો. ૯૭ર૬૯ ૩૯૦૩૮

-ડો. નવલ ડી. શીલુ

એમ. ડી.

માધવ શરાફી સહકારી મંડળી લી., રાજકોટ.

(3:40 PM IST)