તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરનો પ્રારંભ : આંખના નંબર ઉતારી હવે ૨૪ કલાકમાં કામે ચઢી શકાશે
આઠ તબીબોને સિલ્ક પ્રોસિજર તરીકે જાણીતી અતિ આધુનિક ટેકનોલોજી રાજકોટ લાવવાનું શ્રેય વિશ્વ કક્ષાની સેફેસ્ટ ફાસ્ટેસ્ટ અને સ્મુધ, પ્રીસાઇઝ સિકયોર રિકવરી ધરાવતી ટેકનોલોજીનું ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં આગમન : અક્ષર માર્ગ ઉપર સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતા આંખના નિષ્ણાંત તબીબો :મોબાઇલના વળગણથી સ્ક્રિન ટાઇમ વધતા આંખના નંબરની સમસ્યામાં મોટો વધારો

રાજકોટના સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરનો પ્રારંભ થયો છે. અકિલાના મોભી સાથે જાણીતા આંખના સર્જન ડો. ચેતન હિંડોચા, ડો. પિયુષ અનડકટ ડો. જતીન પટેલ, ડો. ધર્મેશ શાહ નજરે પડે છે. નીચે પત્રકાર પરિષદમાં લેઝર પ્રોસિજરની માહિતી આપતા ડો. ચેતન હિંડોચા, પિયુષ અનડકટ, ડો. જતીન પટેલ, ડો. સુકેતુ ભપલ, ડો. હેમલ કણસાગરા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરિયા)
રાજકોટ તા. ૧૨ : સૌરાષ્ટ્રના દર્દીઓ હાર્ટ સર્જરી કે અન્ય જટીલ સર્જરી કરાવવા માટે અમદાવાદ કે મુંબઇ સહિતના મોટા શહેરોમાં જતાં હતાં. પરંતુ હવે રાજકોટમાં હેલ્થકેર ક્ષેત્રે વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. વિદેશમાંથી એન.આર.જી રાજકોટ મેડિકલ ટુરિઝમમાં આવે છે. કારણ કે વર્લ્ડ કલાસ હેલ્થ કેર રાજકોટમાં વિકસ્યુ છે. રાજકોટના હેલ્થકેર ક્ષેત્રની ઉપલબ્ધીમાં હવે અને નવું પીછું ઉમેરાયુ છે. આંખના નંબર ઉતારવાની અતિઆધુનિક ટેકનોલોજી ધરાવતી સીલ્ક લેઝર પ્રોસીજરનો રાજકોટમાં શુભારંભ થઇ ગયો છે. જે આંખના નંબર ઉતારી દર્દીને ૨૪ કલાકમાં તેમની રોજીંદી જીદંગીમાં લાવી શકે છે. રાજકોટમાં આંખના નંબર ઉતારવાના સ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં સીલ્ક લેઝર પ્રોસીજરનો પ્રારંભ થયો છે.
સ્યોર સાઇટ લેઝિક સેન્ટરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જાણીતા આંખના સર્જનો ડો. ચેતન હિંડોચાએ જણાવ્યુ હતું કે સ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં રાજકોટના આંખના આઠ ટોચના નીષ્ણાત તબીબોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જહોન્સન એન્ડ જહોન્સન કંપનીના અતિઆધુનિક લેઝર મશીન અને સીલ્ક ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે.
પત્રકાર પરિષદમાં ડો. પિયુષ અનડકટે જણાવ્યું હતું કે, આ પધ્ધતિની ખાસિયત એ છે કે માત્ર ૨૪ કલાકમાં દર્દી આંખના નંબર ઉતારી રોજીંદી પ્રવૃતિમાં પ્રવૃત થઇ શકે છે. એટલું જ નહિ સ્વીમીંગ કરી શકે છે. સ્પોર્ટસ રમી શકે છે. મોબાઇલ વગેરે જોઇ શકે છે. જે આ પૂર્વેની ટેકનોલોજીમાં એકાદ સપ્તાહથી દસ દિવસનો સમય લાગતો હતો.
ડો. જતીન પટેલે જણાવ્યું હતું કે, નંબર ધરાવતી કોઇ પણ પુખ્ત વયની વ્યક્તિ સીલ્ક પ્રોસીજરથી સારવાર કરાવે છે તેને સીલ્ક જેટલી મુલાયમ સારવારનો અનુભવ થાય છે. આંખના નંબર ઉતરાવ્યા બાદ તેમના વિઝનમાં ૯૫ ટકા જેટલો ફાયદો થાય છે. રાત્રિના સમયે ડ્રાઇવીંગમાં પડતી મૂશ્કેલીઓ દૂર થાય છે. નંબર ધરાવતી વ્યક્તિને ઘણી વખત ઉંડાઇનો અંદાજ આવતો નથી. તેથી પગલું મૂકતી વખતે જે આત્મવિશ્વાસ આવવો જોઇએ તે નથી આવતો. આ અતિ આધુનિક મશીનથી સારવાર બાદ આંખના નંબર તો ઉતરી જાય છે. દ્રષ્ટિ પણ નવુ સ્વરૂપ લ્યે છે. સાથે સાથે ઉંડાઇ વગેરે વધુ સચોટ દેખાતાં વ્યક્તિના આત્મવિશ્વાસમાં રાત્રિના ડ્રાઇવીંગ વગેરે રોજીંદી લાઇફસ્ટાઇલમાં વધારો થાય છે. જે પર્ફોર્મન્સ પણ સુધારે છે. ખાસ કરીને ચશ્મા પહેરવાની ઝંઝટમાંથી છુટકારો થાય છે. સમગ્ર ઓપરેશન પ્રક્રિયા એટલી સરળ, સુરક્ષિત અને સ્મુધ છે કે દર્દીને રાહતનો અહેસાસ થાય છે. એટલે જ આ પ્રોસિજરને સિલ્ક નામ આપવામાં આવ્યુ છે.(૨૧.૩૩)
આઠ ડોકટરોએ સાથે મળી વૈશ્વિક ટેકનોલોજી રાજકોટમાં લાવ્યા
રાજકોટ સૌરાષ્ટ્રમાં દર્દીઓના આંખના નંબર ઉતારવાની વિશ્વ કક્ષાની ટેકનોલોજી થકી શ્રેષ્ઠ સારવાર રાજકોટમાં જ મળે એ હેતુથી રાજકોટના આઠ તબીબોએ અતિ આધુનિક સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સીલ્ક લેઝર પ્રોસીજરનો શહેરના અક્ષર માર્ગ, ડેલ્ટા ડાયગ્નોસ્ટીક સામે, બીએપીએસ મંદિર સામે, કાલાવડ રોડ ખાતે પ્રારંભ કર્યો છે. જેમાં શહેરના ખ્યાતનામ આંખના સર્જન ડો.ધર્મેશ શાહ, ડો.હેમલ કણસાગરા, ડો.સુકેતુ ભપલ. ડો.ચેતન હિન્ડોચા, ડો.પિયુષ ઉનડકટ, ડો.ભાવેશ સોલંકી, ડો.જતીન પટેલ, ડો.શૈલેષ પટેલનો સમાવેશ થાય છે.
સ્ટોર સાઇટ લેઝિક સેન્ટર અન્ય આંખના તબીબોને પણ સવલત
સ્યોર સાઇટ લેઝિક સેન્ટર અન્ય આંખના તબીબોને પણ સવલત આપશે અતિ આધુનિક મશિનરી અને નેકસ્ટ જનરેશન ટેકનોલોજી ધરાવતા આ કેન્દ્રનો આંખના અન્ય સર્જનો પણ લાભ લઇ શકશે. ટેકનોલોજી વધુ લોકભોગ્ય બને એ ઉમદા હેતુથી સ્યોર સાઇટ લેઝિક સેન્ટરના સ્થાપક તબીબોએ આ નિર્ણય લીધો છે.
(3:45 PM IST)










