<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

પ્રણવાનંદ સંસ્‍કૃત ભવનમાં ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ

પૂજન, ગુરૂમહિમા વિશે વકતવ્ય, કંઠસ્થ સંસ્કૃત સહિતના આયોજન

રાજકોટ : સ્‍વામી શ્રી પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટ અને શ્રી ગોપાલકૃષ્‍ણ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે ‘કાલિદાસ-વ્‍યાખ્‍યાન માળા-ર૦ર૪' નું અંતિમ પ્રવચન અને સ્‍વામિ શ્રી પ્રણવાનંદજીનું સોડશોપચાર પૂજન શ્રી પ્રણવાનંદ સંસ્‍કૃત ભવન, ભારત સેવક સમાજ રેસકોર્સ ખાતે યોજાશે. શ્રી વિરલભાઇ મહેતા પૂજનમાં બેસશે.

તા. ૧૪ રવિવારે કાલિદાસ લોકભોગ્‍ય પરિચય શ્રી કૌશિકકુમાર છાયા, મંત્રીશ્રી પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટ તથા પ્રા. ડો. પારૂલબેન મહેતા, તા. ર૧ ગુરૂ મહિમા શ્રી સુરેન્‍દ્રભાઇ દવે અને શ્રી કૌશિકભાઇ છાયા. સમય સાંજે ૬ થી ૭.

કાર્યક્રમ દરમિયાન પૂર્વ કુલપતિશ્રી કમલેશભાઇ જોશીપુરા, પ્રા. ડો. મિહીરભાઇ જોશી પ્રમુખશ્રી ગોપાલકૃષ્‍ણ ટ્રસ્‍ટ, શ્રીમતી નયનાબેન જોષીપુરા, શ્રી જનાર્દનભાઇ પંડયા, શ્રી કૌશિકભાઇ છાયા તથા બંને ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, વકતાએ અને સંસ્‍કૃતપ્રેમી ઉપસ્‍થિત રહેશે.

સંસ્‍થા દ્વારા ૪૮ વર્ષથી સંસ્‍કૃત પ્રચાર અને પ્રસારનું કાર્ય થઇ રહ્યું છે. જે અંતર્ગત કંઠસ્‍થ સંસ્‍કૃત, સુભાષિત સુલેખન સ્‍પર્ધાનું આયોજન થયેલ હોવાનું યાદીમાં છે.

(3:50 PM IST)