તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
પેડક રોડ ન્યુ શક્તિ સોસાયટીમાં બનાવથી દામાણી પરિવારમાં માતમ રમતાં રમતાં પહેલા માળેથી પટકાતાં ૧ાા વર્ષની ખુશીનું મોત

રાજકોટ તા. ૧૨: સામા કાંઠે પેડક રોડ પર ન્યુ શક્તિ સોસાયટી શેરી ન. ૧ ખુશીબેન કેતનભાઇ દામાણી (ઉ.વ.૧ાા) બપોરે સવા બે વાગ્યા આસપાસ પોતાના ઘરે રમતાં રમતાં પહેલા માળેથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ખુશી બે બહેનમાં નાની હતી. પિતા ઇમિટેશનનું કામ કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
(3:55 PM IST)










