<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ધારાસભ્‍ય રિવાબા જાડેજાએ વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘની પારિવારિક શુભેચ્‍છા મુલાકાત લીધી

   રાજકોટઃ  હિરેન મહેતા (ડિવિઝનલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ)ની યાદી મુજબ જામનગર ના ધારાસભ્‍ય શ્રીમતી રિવાબા જાડેજા વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ની ઓફીસ ખાતે  ધારાસભ્‍ય બન્‍યા બાદ પ્રથમ વખત પારિવારિક શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ સમયે રેલ કર્મચારીઓએ ઉમળકાથી તેઓનું સ્‍વાગત કર્યું હતું.

ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાજી એ શાબ્‍દિક સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે રિવાબા જાડેજા રેલ કર્મચારી અને વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના સક્રીય કાર્યકર શ્રીમતી ફુલ્લાબેનના પુત્રી છે જે આપણા માટે ગૌરવની વાત છે તેમની કાર્ય કરવાની શૈલી ખાસ કરીને જરુરીયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના સરાહનીય છે તેઓ સર્વોચ્‍ચ પદ પર બિરાજમાન થઈ વધુ ને વધુ લોકપયોગી કાર્ય કરે એવી શુભેચ્‍છાઓ પાઠવી હતી..  

આ પ્રસંગે રિવાબાએ  પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે હું નાનપણથી આ પરિવાર સાથે ઉછરી છું અને અહીં ઉપસ્‍થિત મારા વડીલોને આદર આપું છું મારા માટે હિરેનમામા હંમેશા પ્રેરણારુપ રહ્યા છે. તેઓ પાસેથી જરુરીયાતમંદ લોકો માટેની પ્રવળત્તિઓ બ્‍લડ ડોનેશન કેમ્‍પ, હોસ્‍પિટલ ને લગતી સેવાઓ, કર્મચારીઓ ના વિવિધ પ્રશ્નો અંગેનો સંઘર્ષ હું જોતી આવી છું. મારા મમ્‍મી પાસે થી આવી સેવાઓ વિશે જાણતી રહું છું. મને આજ નુ આ મારા પરિવાર દ્વારા લાગણી સભર સ્‍વાગત એક નવી ઉર્જા આપી રહ્યું છે.. અહીં ઉપસ્‍થિત ર્વકિંગ વુમન માટે કહીશ કે ઓફિસ અને પરિવારમાં મલ્‍ટી ટાસ્‍કીગ જવાબદારી નિભાવી રહી છે જે વંદનીય છે અને વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના હિરેન મહેતાજી હંમેશા મહિલા કર્મચારીઓ ને સમ્‍માન આપી જરૂર પડે ત્‍યારે મદદરૂપ થાય છે એ હું જાણું છું જેનું મને ગૌરવ છે. આ અવસરે ઉપસ્‍થિત મારા ભાઈઓ નો પણ હું આભાર વ્‍યક્‍ત કરું છું કે જેઓ એ મને આજ સમ્‍માનિત કરી. આ અવસરે વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘનો આભાર વ્‍યક્‍ત કરુ છુ કે મને આજ લાગણી સભર સ્‍વાગત કર્યું અને સમ્‍માનિત કરી.. જ્‍યારે કયાય પણ મારા લાયક કાર્ય હોય તો યાદ કરજો હું જરૂર ઉપયોગી થઈશ.

કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અવની ઓઝાએ કર્યું હતું તથા આ કાર્યક્રમમાં હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ મનીષ મહેતા મયુરસિંહ, ડી એસ શર્મા, ઇકબાલ ભાઈ, હરદેવસિંહ, રાજભા, વિષ્‍ણુ દાન ગઢવી, રવિરાજ, બી કે જાડેજા, વિવિદ, તીવારી , સંજય તલસાણીયા, યૌગીરાજ, કેતન ભટ્ટી, હર્ષદ, હરજી, પપ્‍પુ અટલ, ગજેન્‍દ્રસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, તથા મહિલા વિંગના ઝૌનલ કન્‍વીન્‍યન્‍ર શ્રીમતી અવની ઓઝા, ધર્મિષ્ઠા થોરીયા, જયશ્રી સોલંકી, પુષ્‍પા ડોડીયા, દિના વ્‍યાસ, ધર્મિષ્ઠા પૈજા, જ્‍યોતિ મેહતા, ફાલ્‍ગુની પરમાર, કિરણ વાઝ, હિના ભટ્ટ, દયા રાનોલીયા, નીતા પરમાર, સોનલબા, જીજી, મીના, ક્રિષ્‍ના ઓઝા, હેમાંગી, મીતાલી વગેરે એ ફુલ હાર કરીને સ્‍વાગત કર્યું હતું.

(11:34 AM IST)