News of Saturday, 13th July 2024
લોધાવાડ પાસેથી અર્ધબેભાન મળેલા અજાણ્યા વૃધ્ધનું મૃત્યુ
દાખલ થયા ત્યારે નાથાભાઇ લાલભાઇ એવું નામ લખાવ્યું હતું: વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ પર લોધાવાડ પાસેથી ગઇકાલે સવારે એક અજાણ્યા આશરે સાઇઠ વર્ષના વૃધ્ધ બિમારી સબબ અર્ધબેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું આજે વહેલી સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી. આ વૃધ્ધને દાખલ કરાયા ત્યારે પોતાનું ટુંકુ નામ નાથાભાઇ લાલભાઇ બોલ્યા હતાં. મૃતકના વાલીવારસને શોધવા એ-ડિવીઝન પોલીસ તપાસ કરે છે.
(12:14 PM IST)










