<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

‘વિઝન ટુ વિક્ટરી’ આવતીકાલે રાજકોટમાં જિવનનો દ્રષ્ટીકોણ બદલશે સોનુ શર્મા

‘વિઝન ટુ વિકટરી’ પ્રોગ્રામ હેઠળ ઍવી કેટલીક યુનિક ટેકનીક વિશે વાત કરશે જેનાથી ઍક નાનકડા બિઝનેસને ખૂબ મોટો બનાવી શકાય છે : સુરતમાં, વાપી, અમદાવાદ અને વડોદરામાં હજારો લોકોને મોટીવેટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સોનુ શર્મા કાલે રાજકોટમાં : સુરતના ગ્રોથ સર્કલ અને રાજકોટના ઍલીગંટ ઓવરસીસ દ્વારા અદ્દભૂત ઈવેન્ટ


રાજકોટ, તા. ૧૩ :  વિશ્વવિખ્યાત મોટીવેશનલ સ્પીકર, જાણીતા લીડર, વકતા અને કોર્પોરેટર ટ્રેનર સોનુ શર્મા સૌપ્રથમ વખત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આગામી રવિવાર તા. ૧૪ જુલાઈના રોજ હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે સવારે ૯ થી ૧૨ આવી રહ્ના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ - વિદેશમાં ૨૦૦થી વધારે કોર્પોરેટ કંપનીઓમાં ટ્રેનીંગ આપ્યા બાદ અને વિશ્વભરમાં હજારો ઓપન લાઈવ વર્કશોપ કર્યા બાદ વિશ્વવિખ્યાત મોટીવેશનલ સ્પીકર, જાણીતા લીડર, વકતા અને કોર્પોરેટર ટ્રેનર સોનુ શર્મા સૌપ્રથમ વખત રાજકોટવાસીઓને તમારા વ્યવસાયને કઇ રીતે વધારવો તે અંતર્ગત વિઝન ટુ વિક્ટરી પ્રોગ્રામ હેઠળ લોકોને પ્રોત્સાહિત કરશે.
અકિલા કાર્યાલય ખાતે ઍલીગંટ ઓવરસીસના મેનેજિંગ ડિરેક્ટર અનિતા જોન અને લોરેન્સ વિલિયમઍ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના ગ્રોથ સર્કલ અને રાજકોટના ઍલીગંટ ઓગવરસીસ દ્વારા આ અદ્દભૂત ઈવેન્ટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. સુરતમાં ૨ વખત ત્યારબાદ વાપી, અમદાવાદ અને વડોદરામાં હજારો લોકોને મોટીવેટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સોનુ શર્મા રાજકોટવાસીઓને પ્રેરણાદાયી વકતવ્ય દ્વારા લોકોને -ોત્સાહિત કરવા આવી રહ્ના છે જેનો મુખ્ય વિષય ‘વિઝન ટુ વિક્ટરી’ છે.
રાજકોટમાં ખાતે આયોજીત આ ત્રણ કલાકના પ્રોગ્રામમાં સોનુ શર્મા ‘હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ’ના મુખ્ય મુદ્દા પર ‘વિઝન ટુ વિકટરી’ પ્રોગ્રામ હેઠળ ઍવી કેટલીક યુનિક ટેકનીક વિશે વાત કરશે જેનાથી ઍક નાનકડા બિઝનેસને ખૂબ મોટો બનાવી શકાય છે. લોકો કઈ રીતે તેના જીવનમાં ખૂબજ નાના - નાના પણ ખૂબ જ અગત્યના બદલાવ કરી જીંદગીની દિશા અને દશા સંપૂર્ણ રીતે બદલી શકે છે.
જ્યારે ગ્રોથ સર્કલના અનીલભાઈ જેતવાણીઍ જણાવ્યુ હતું કે, કોવિડ પછી ઍવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે કે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ પિસાય રહ્ના છે. ઘરની જરૂરીયાત વધી છે. પણ સામે આવક વધી નથી. ૭૦ થી ૭૫ ટકા લોકો ઍક જ આવક પર નભે છે. ત્યારે લોકો જીવનમાં ત્યાગ વિના જે લાઈફ સ્ટાઈલ જોઈતી હોય તે મેળવી શકે તે લોકો માટે સ્?કીલ ટ્રેનીંગ પ્રોગ્રામ થકી પ્રોત્સાહન આપવાનું કામ ગ્રોથ સર્કલ કરી રહ્ના છે. વાપી, સુરત, વડોદરા, અમદાવાદ બાદ સોનુ શર્માજી રાજકોટમાં પ્રથમ વખત આવી રહ્ના છે. લોકોની લાઈફમાં જ્ઞાનનું મૂલ્યવર્ધન કરવા આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
અનિતા જોન અને લોરેન્સ વિલીયમના જણાવ્યા મુજબ સોનુ શર્મા છેલ્લા ૨૨ વર્ષમાં ૨૨ દેશોમાં ૧૬૦૦થી વધુ વર્કશોપ અને ૩૮૦૦ ઈવેન્ટ કરી ચૂકયા છે. જેમાંથી ૪૪ લાખથી વધુ લોકોઍ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વધુ વિગત માટે તેમજ આ અચૂક માણવા લાયક કાર્યક્રમમાં સીટ બુક કરાવવા લોરેન્સ વિલીયમ : ૯૮૭૯૫ ૫૯૮૫૩, અનીતા જોન : ૯૦૯૯૯ ૯૪૨૩૨ નો સંપર્ક કરી શકાય છે.

 

(1:47 PM IST)