<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

મારા ઉપર શંકા કરીશ તો તને છુટાછેડા આપી દઇશ કહી બીન્‍દીયાબેનને પતિ ગોૈરવનો ત્રાસ

રૈયારોડ અલ્‍કાપુરી સોસાયટીમાં બનાવઃ ‘તમારો ફોન સતત વ્‍યસ્‍ત કેમ આવે છે કોની સાથે વાતો કરો છો' પુછતા પતિએ મારમારતા પરિણીતાએ ફીનાઇલ પી લીધુ‘તુઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૩: રૈયા રોડ હનુમાન મઢી પાસે અલ્‍કાપુરી સોસાયટીમાં પતિના બીજીસ્ત્રી સાથેના સંબંધ બાબતે પતિ પરિણીતાને મારકુટ કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.૮માં માવતરના ઘરે છેલ્લા ચાર મહિનાથી રીસામણે આવેલા બિન્‍દીયાબેન ગોૈરવભાઇ દાફડા (ઉ.વ.૨૫)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં રૈયારોડ હનુમાન મઢી પાસે અલ્‍કાપુરી સોસાયટી શેરી નં.૮માં રહેતો પતિ ગોૈરવ કાનજીભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી છે. બીન્‍દીયાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે માધાપર ગામ પાસે આવેલી ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. પોતાના પાંચેક વર્ષ પહેલા ગોૈરવ દાફડા સાથે લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ પાંચેક વર્ષ સુધી પોતાનો ઘર સંસાર ચાલેલ બાદ પતિ ગોૈરવને કોઇ બીજીસ્ત્રી સાથે ફોનમાં વાતચીત કરતો હોઇ તેની પોતાને ખબર પડતા પોતે તેને આ બાબતે પુછતા પતિએ પોતાની સાથે ઝઘડો કરી અવાર-નવાર મારકુટ કરતો હતો. અને કહેતો કે ‘મારી ઉપર શક કરીશ તો તને છુટાછેડા આપી દઇશ તેમ કહી પોતાને અવાર-નવાર શારીરીક માનસીક ત્રાસ આપતો હતો. તા.૯ના રોજ પોતે ઘરે હતા ત્‍યારે પોતે પતિને કહેલ કે‘હું નોકરી ઉપર કે બહાર હોવ ત્‍યારે હું ત્‍યારે તમને ફોન કરૂ છું તો તમારો ફોન કેમ સતત વ્‍યસ્‍ત આવે છે અને તમે કોની સાથે સતત ફોનમાં વાતો કરો છો' તેમ પુછતા પતિએ ઉશ્‍કેરાઇ જઇ પોતાની સાથે બોલાચાલી કરી હતી. ત્‍યારે પોતાને લાગી આવતા પોતે ફીનાઇલ પી લીધુ હતું. બાદ પોતાના માતા-પિતાને ખબર પડતા તેણે પોતાને સારવાર માટે મવડી ચોકડી પાસે આવેલી ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા. આ બનાવની ગાંધીગ્રામ પોલીસમાં જાણ થતા ગાંધીગ્રામ પોલીસે પોતાની ફરિયાદ દાખલ કરી હેડકોન્‍સ.કેલ્‍વીનભાઇ સાગરે તપાસ હાથધરી છે.

(2:51 PM IST)