News of Saturday, 13th July 2024
રાજકોટના બોદુભાઇ સંધીનું લાલપુર ખટીયા ગામે શ્વાસ ચડયા બાદ મોત
વાડી વાવવા ગયા હતાં: રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: ભગવતીપરા જયપ્રકાશનગર-૧૨માં રહેતાં બોદુભાઇ ઓસમાણભાઇ નાઇ-સંધી (ઉ.વ.૪૨) કેટલાક સમયથી પોતાના વતન જામનગરના લાલપુર ખટીયા ગામે વાડી વાવવાના કામ માટે ગયા હોઇ ત્યાં રાતે ખાટલામાં એકાએક બેભાન જેવા થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બોદુભાઇને એકાએક શ્વાસ ચડયા બાદ બેભાન થઇ ગયાનું સગાએ કહ્યું હતું. તેઓ પાંચ બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે લાલપુર પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી.
(3:00 PM IST)










