News of Saturday, 13th July 2024
રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા પેપર બેગ ડે ઉજવણી

રાજકોટ તા. ૧૩: રીજયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા ‘વર્લ્ડ પેપર બેગ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ‘‘ઇકો ફ્રેન્ડલી પેપર બેગનું પ્રદર્શન'' આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટ વુડ સ્કૂલ તેમજ શુભમ ગ્લોબલ સ્કૂલના ૧પ૭ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા હોંશભેર આ પ્રદર્શનમાં ભાગ લઇ પર્યાવરણ માટે કંઇક કરી છૂટવાની તમન્ના સાથે વિવિધ પ્રકારની પર્યાવરણ અનુરૂપ ઇકો ફ્રેન્ડલી પેપર બેગ બનાવીને પ્રદર્શિત કરી હતી.
(2:57 PM IST)










