News of Saturday, 13th July 2024
દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા કાલે ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતિઓ માટે પરિવાર પરિચય મિલન
પ૦૦ ઉમેદવારો ભાગ લેશે, ૪ વિભુતીઓનું સન્માન

રાજકોટ તા. ૧૩: ર૪ વર્ષોથી દશનામ ગોસ્વામી સમાજનાં સમગ્ર ભારત વર્ષનાં હાઇલી એજયુકેટેડ તથા ગ્રેજયુએટ-યુવાનો અને યુવતિઓ માટે પોતાને સમકક્ષ શિક્ષા પ્રાપ્ત કરેલ યોગ્ય જીવન સાથી પસંદગી કરવાનાં મહાયજ્ઞ સમાન પ્રયાસ સ્વરૂપે દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ-રાજકોટ દ્વારા ‘‘કહીં ન કહીં કોઇ હૈ'' પરિવાર પરીચય મિલન-ર૦ર૪ કાલે તા. ૧૪ રવિવારે બપોરનાં ?૧-૩૦ વાગ્યાથી હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે યોજાશે.
જેમાં અનેકો હાઇલી એજયુકેટેડ યુવાનો/યુવતિઓ પોતાના જીવન સાથીની પસંદગી કરશે. સમારોહનાં અધ્યક્ષ સાથે ઉદ્યોગપતિ પ્રેમગિરી દેવગિરી, રાજકોટ પ્રમુખ સ્થાને અમદાવાદનાં ઉદ્યોગપતિ હરેશભારથી ઉપાધ્યપક્ષ પદે કેળવણી કારી મનસુખપુરીજી-ભાવનગર અને ધર્મેન્દ્રગિરી-અમરેલી ત્થા કૃષ્ણગિરી-લિંબડી વ્યકિત વિશેષ પદે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે પ્રતાપગિરી-ગોંડલનું ‘‘દશનામ શિરોમણી સન્માન-ર૦ર૪થી સન્માન થશે તથા મરણોપરાંત સેવાને બિરદાવતા કૈ.વા. મહેન્દ્રગિરી-ભાવનગર, કૈ.વા. અમૃતગિરી-જુનાગઢ ત્થા કૈ.વા. અમૃતગિરી-જુનાગઢ ત્થા કૈ.વા. કૈલાશપુરી-રાજકોટને મરણોપરાંત ‘‘દશનામ વિરલવિભુતિ સન્માન-ર૦ર૪'' અર્પણ કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરી એન. ગોસ્વામી, ગિરીશપુરી, અમુલગિરી મહેશપુરી, દેવાંગગિરી, રાજનગિરી, કલ્પેશગિરી, સાગરગિરી ત્થા કલ્પનાબેન, શિલ્પાબેન, ગિતાબેન, સરોજબેન, પલ્લવીબેન, તેજલબેન, શ્રધ્ધાબેન, ઉર્વશીબેન, દિપ્તીબેન, પ્રજ્ઞાબેન, રવિશાબેન વગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:01 PM IST)










