News of Saturday, 13th July 2024
‘પગલા ઘોડા' : સળગતી ચિતાના દ્રશ્યથી આરંભાયેલુ નાટક દર્શકોને અંત સુધી વિચારતા કરી મુકશે : ૨૧ મીએ શો
વી. ડ્રામેટીકસ અને ટેલેન્ટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નવતર પ્રયોગ : બંગાળી લેખક બાદલ સરકારની કલમે લખાયેલુ અને હસન મલેક દ્વારા અનુવાદીત નાટક દર્શકોને દંગ કરી દેશે : બુકીંગ ચાલુ

રાજકોટ તા. ૧૩ : આગામી તા. ૨૧ ના રવિવારે રાત્રે ૯.૩૦ કલાકે રાજકોટના હેમુ ગઢવી મીની ઓડીટોરીયમમાં નાટક ‘પગલા ઘોડા'નો નવતર પ્રયોગ થવા જઇ રહ્યો છે.
‘અકિલા' ખાતે નાટકની રસપ્રદ વિગતો વર્ણવતા ટીમે જણાવ્યુ હતુ કે આ નાટક વિશ્વના શ્રેષ્ઠતમ પ્રાયોગિક નાટકોમાંનું એક છે. મુળ તો બંગાળી લેખક બાદલ સરકારને લખેલુ છે. જેને હસન મલેકે અનુવાદીત કર્યુ છે. બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદીત નાટકનો આમ તો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ પ્રયોગ હશે.
નાટકની શરૂઆત સ્મશાનમાં સળગતી ચિતા અને સાથે ચાર વ્યક્તિઓ ઉભેલી હોય તેવા દ્રશ્યોથી થાય છે. આ ચારેય પોતાની યાદો અને જીવનની વાર્તા કરવાની શરૂઆત કરે છે. પ્રેમ રસ, વિશ્વાસ અને એકસ્ત્રીને કેન્દ્રમાં રાખીને વાર્તા આગળ વધે છે. પરંતુ દર્શકો છેલ્લે સુધી વિચારતા રહે તેવી આખી કહાની આ નાટકમાં છે.
નાટકનું આયોજન નિર્માણ વી. ડ્રામેટીકસ અને ટેલેન્ટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. સંગીત સંચાલન ગીતાંશ સ્વાદીયાએ સંભાળ્યુ છે તો અભિનયના ઓજસ દિયા મહેતા, અમિત વાઘેલા, વૃંદા નથવાણી, હુસેન પોપટીયા, સાક્ષી લાલસેતા, ભાવિતા જેઠવા, હર્ષવર્ધન કડેલ, શુભમ ભટ્ટ, ઓમ ભટ્ટ, અભિષેક દીક્ષીત, હાર્દીક આસોડીયા એ પાથર્યા છે. સમગ્ર નાટકમાં અભિનેતા અને દિગ્દર્શકની બેવડી ભુમિકા કૃષાન દોશીએ નિભાવી છે. પ્રકાશ સંચાલન ચેતસ ઓઝા સંભાળી રહ્યા છે.
ટીકીટ બુકીંગ અને વધુ માહીતી માટે મો.૭૭૭૭૯ ૦૯૬૪૮ અથવા મો.૭૦૯૦૯૪૯ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતી નાટક ‘પગલા ઘોડા'ની ટીમ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:08 PM IST)










