News of Saturday, 13th July 2024
દેવનગરમાં રિક્ષાચાલક જીતેન્દ્રભાઇ રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત
દિકરી કોલેજથી ઘરે આવી ત્યારે પિતા લટકતા મળ્યા

રાજકોટ તા. ૧૨: નાના મવા રોડ પર દેવનગર-૧માં રહેતાં જીતેન્દ્રભાઇ મંગળભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં તથા રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. પુત્રી મીરલબેન બપોરે કોલેજથી છુટી ઘરે આવી ત્યારે પિતાને લટકતાં જોતાં દેકારો કરી મુક્યો હતો. પરિવારજનો એકઠા થઇ ગયા હતાં અને ૧૦૮ને બોલાવાઇ હતી. જો કે તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. માનસિક બિમારીને કારણે પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતુ. હોસ્પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને ધર્મેન્દ્રભાઇ હુદડે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(3:19 PM IST)










