News of Saturday, 13th July 2024
સોમવારે લક્ષ્મણરાવ ઇનામદારની પુણ્યતીથી નિમિતે વૃક્ષારોપણનો કાર્યક્રમ
સહકાર ભારતી દ્વારા ઇશ્વરીયા ફાટક પાસે આયોજન

રાજકોટ તા. ૧૩ :.. સહકાર ભારતીય રાજકોટ મહાનગર દ્વારા સહકારી ભારતીના સ્થાપક ઋષિ તુલ્ય શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથી નિમિતે તા. ૧પ ના સોમવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
આશુતોષ રેસીડેન્સી માધાપર ગામમાં થઇ આગળ જતા ઇશ્વરીયા ફાટક પાસે સોમવારે સાંજે પ વાગ્યે યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા ડો.એન.ડી. શીલુ, અધ્યક્ષ હરગોપાલસિંહ જાડેજા ઉપાધ્યક્ષ, જયેશ સંઘાણી મહામંત્રી, દિપકભાઇ મકવાણા, નિતીનભાઇ મહેતા, વિજયભાઇ કોઠારી, અરૂણભાઇ નિર્મળ, નાથાભાઇ ટોળિયા, અનિરૂદ્ધભાઇ નથવાણી, યશભાઇ સોજીત્રા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જેને માર્ગદર્શક માનતા હતા તે મહાન ક્રાંતિકારી ઋષિ તુલ્ય, શ્રી લક્ષ્મણ રાવ ઇમાનદાર વકીલ સાહેબ સાધના, તપસ્યા અને પ્રેરણાનો ત્રિવેણી સંગમરૂપ હતા.
ઋષી પંચમીનાં પવિત્ર દિવસે સતારા (મહારાષ્ટ્ર) ખાતે જન્મ થયેલ હતો. વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રીય રંગે રંગાયા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. ૧૯૩૭માં હૈદરાબાદ આઝાદીની લડતમાં સાત મહિનાનો કારાવાસ ભોગવેલ હતો. વકીલાતની પદવી લીધા પછી રાષ્ટ્રકાર્ય માટે જીવન સમર્પણ કરી ડો.સાહેબનાં સંપર્કમાં આવેલા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જીવન સમર્પણ કરી દેશ માટે આજીવન અપરણિત રહ્યા હતા.
સહકાર ભારતીના સ્થાપક પ્રેરણા પુરૂષ બની સભાસદની જાગૃતિ અને તાલીમ દ્વારા આજે પુરા ભારતમાં ૨,૦૦૦ થી વધુ સહકારી ફોજ ઉભી થઇ ગયેલ છે અને ૨૦,૦૦૦થી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે.
ત્યારે તેમની સ્મૃતિમાં સોમવારે યોજાયેલ વૃક્ષારોપણમાં વધુને વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા ડો.એન.ડી. શીલુ અને જયેશ સંઘાણીની યાદીમાં અનુરોધ કરાયો છે.
કાર્યક્રમની વધુ વિગત માટે પ્રવીણભાઇ નિમાવત પ્રકોષ્ટ સંયોજક ૯૪૨૬૨ ૫૦૫૦૩ અને વિભાભાઇ મિયાત્રા પ્રકોષ્ટ સહસંયોજક ૯૮૯૮૦ ૧૪૨૮૭નો સંપર્ક કરી શકાશે.
(3:24 PM IST)










