News of Saturday, 13th July 2024
‘હિટ એન્ડ રન'માં કાર ચાલક જયેશ દવેરા સકંજામાં આવ્યો
વૃધ્ધાને ઠોકરે લીધા બાદ અઢી કિલોમીટર સુધી ઢસડતાં મોત થયું હતું

ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી ચોૈધરીની રાહબરીમાં પીઆઇ ધવલ હરિપરા અને ટીમની કાર્યવાહી
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર રાધે હોટેલ નજીક પરમ દિવસે રાત્રે પગપાળા જઇ રહેલા વૃધ્ધા વિજ્યાબેન બીજલબેન બથવાર (ઉ.વ.૬૪)ને કારની ઠોકરે ચડાવ્યા બાદ કારચાલકે લગભગ અઢી કિલોમીટર સુધી તેમને કાર સાથે ઢસડતાં તેમનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી ચોૈધરીની રાહબરીમાં પીઆઇ ધવલ એમ. હરિપરા અને તેમની ટીમે આરોપી જયેશ દવેરાને આજે મોડી બપોરે સકંજામાં લીધો છે. વિશેષ નિવેદન નોંધવાની અને વિધીસર ધરપકડ કરવાની તજવીજ થઇ રહી છે
(3:41 PM IST)










